પૃથ્વીનું તાપમાન ફરી એકવાર એવા સ્તરે પહોંચી ગયું છે જેને લઈને વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે. ઓગસ્ટ 2026માં વિશ્વનું તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાના સ્તર એટલે કે 1850-1900ની સરેરાશ કરતાં 1.65°C વધુ રહ્યું હતું. નવેમ્બર 2025 પછી આ પ્રથમ મહિનો છે જ્યારે વૈશ્વિક તાપમાન આ મહિનાના સ્તરે 1.5°Cની ઉપર ગયું છે.ઓગસ્ટ 2026 અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ગરમ ઓગસ્ટ રહ્યો અને તમામ મહિનાઓને મિલાવીને પણ તે જુલાઈ 2023ની સાથે સૌથી ગરમ મહિનો રહ્યો છે. સૌથી મોટી ચિંતા અલ નિનોને લઈને કેમ છે? ERA5ના આંકડા મુજબ,ઓગસ્ટનું વૈશ્વિક સરેરાશ સપાટીનું તાપમાન 16.96°C રહ્યું હતું. પરંતુ આ વખતે ચિંતા માત્ર તાપમાનના રેકોર્ડની નથી.
તાપમાન અને વરસાદની પેટર્ન પર અસર પડી શકે છે
પ્રશાંત મહાસાગરમાં ઝડપથી મજબૂત થઈ રહેલો અલ નિનો આવનારા મહિનાઓમાં વિશ્વના હવામાનનું ચિત્ર વધુ બદલી શકે છે.અલ નિનો એ માત્ર સમુદ્રનું તાપમાન વધવાની ઘટના નથી.પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થવા પર વાયુમંડળના પરિભ્રમણમાં ફેરફાર થાય છે, એટલે કે પ્રશાંત મહાસાગરના તાપમાનમાં ફેરફાર થવાથી પવન ફૂંકાવાની પદ્ધતિ બદલાય છે જેની અસર વિશ્વના ઘણા ભાગોના હવામાન પર પડી શકે છે.આના કારણે વિશ્વના અલગ-અલગ ભાગોમાં તાપમાન અને વરસાદની પેટર્ન પર અસર પડી શકે છે. આ વખતે અલ નિનો ચિંતા કેમ વધારી રહ્યો છે? આનું એક મોટું કારણ એ છે કે સમુદ્ર પહેલાથી જ અસાધારણ રીતે ગરમ છે.

સરેરાશ દરિયાઈ તાપમાન દરરોજ રેકોર્ડ સ્તરે રહ્યું
ઓગસ્ટમાં દક્ષિણથી ઉત્તર વચ્ચેના સમુદ્રોની સપાટીનું સરેરાશ તાપમાન 21.07°C રહ્યું હતું.ઓગસ્ટ મહિના માટે આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.19 જૂનથી આ વિસ્તારનું દૈનિક સરેરાશ દરિયાઈ તાપમાન દરરોજ રેકોર્ડ સ્તરે રહ્યું છે.પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન ખાસ કરીને વધુ હતું.આ જ એ વિસ્તાર છે જ્યાં અલ નિનોની સ્થિતિને સમજવા માટે વૈજ્ઞાનિકો બારીકાઈથી દેખરેખ રાખે છે.Copernicusના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિઓમાં આવનારા મહિનાઓમાં અલ નિનો એક ખૂબ જ મજબૂત ઘટના બને તેવી આશંકા છે અને તેની અસર 2027સુધી ખેંચાઈ શકે છે.અહીં એક મહત્વનો તફાવત સમજવો જરૂરી છે.
સરેરાશ તાપમાન 2024ના રેકોર્ડની નજીક પહોંચી શકે
વિશ્વનું લાંબા ગાળાનું વધતું તાપમાન મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓથી પેદા થતા ગ્રીનહાઉસ વાયુઓને કારણે વધી રહ્યું છે.અલ નિનો આ પહેલાથી જ ગરમ થઈ રહેલી દુનિયા પર વધારાની ગરમીની અસર પેદા કરી શકે છે.આ જ કારણ છે કે 2026ના બાકીના મહિનાઓ અને 2027ને લઈને વૈજ્ઞાનિકોની નજર અલ નિનો પર ટકેલી છે.Copernicusના જણાવ્યા મુજબ,જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 સુધીનું વર્ષ 2026 દુનિયાનું બીજું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.પરંતુ જો વર્ષના છેલ્લા ચાર મહિના 2023ની જેમ ગરમ રહેશે તો 2026નું વાર્ષિક સરેરાશ તાપમાન 2024ના રેકોર્ડની નજીક પહોંચી શકે છે.અમેરિકન ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે પણ સપ્ટેમ્બર 2026માં જણાવ્યું છે કે 2026-27 ના શિયાળામાં અત્યંત મજબૂત અલ નિનોની શક્યતા 90 ટકાથી વધુ છે અને ઓક્ટોબર-ડિસેમ્બર 2026 દરમિયાન તે ઐતિહાસિક રીતે મજબૂત ઘટના બનવાની 75 ટકા સંભાવના ધરાવે છે.
જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું
યુરોપે આ ઉનાળામાં અલ નિનોથી અલગ મોટી તસવીર જોઈઓગસ્ટનો રેકોર્ડ માત્ર એક આંકડો નથી.2026ના ઉનાળામાં યુરોપના મોટા ભાગના વિસ્તારોએ લાંબા સમય સુધી ગરમી અને દુષ્કાળનો સામનો કર્યો હતો.પશ્ચિમ યુરોપમાં જૂનથી ઓગસ્ટ સુધીનું સરેરાશ તાપમાન ઇતિહાસમાં સૌથી વધુ રહ્યું હતું.આ સાથે જ ઘણા વિસ્તારોમાં જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું જંગલોમાં આગ લાગી અને નદીઓનું જળસ્તર ઘટી ગયું.રાઈન, ડેન્યુબ, સીન, રોન અને અન્ય નદીઓના ઘણા ભાગોમાં પાણીનો પ્રવાહ સામાન્ય કરતાં ઘણો નીચે ચાલ્યો ગયો હતો.આ દર્શાવે છે કે ગરમીની અસર માત્ર તાપમાન પૂરતી સીમિત નથી.ગરમી, દુષ્કાળ, પાણીની અછત, જંગલની આગ અને કૃષિ પરનું દબાણ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.
સમગ્ર વિશ્વમાં હવામાન એકસરખું રહ્યું નથી
દુનિયાના અન્ય ભાગોમાં પણ દુષ્કાળની અસરઓગસ્ટમાં દક્ષિણ અમેરિકા અને ઉત્તરી મેક્સિકો, કેનેડાના કેટલાક ભાગો, ઉત્તર આફ્રિકા, હોર્ન ઓફ આફ્રિકા, સાઇબેરિયા, મધ્ય એશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો. બીજી તરફ, ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગ, પૂર્વીય અમેરિકા અને કેનેડા, ચિલી, દક્ષિણ-પૂર્વીય બ્રાઝિલ અને પૂર્વીય એશિયાના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો. એટલે કે સમગ્ર વિશ્વમાં હવામાન એકસરખું રહ્યું નથી. અલ નિનોની અસર પણ દરેક જગ્યાએ એકસરખી નહીં હોય.આનો અર્થ એ નથી કે જ્યાં અલ નિનો છે ત્યાં દરેક પરિસ્થિતિમાં દુષ્કાળ જ પડશે અથવા દરેક જગ્યાએ તાપમાન રેકોર્ડ તોડશે.
પ્રશાંત મહાસાગરમાં સતત વધતું તાપમાન
સમુદ્ર ગરમ થયો તો ખતરો માત્ર સમુદ્ર પૂરતો સીમિત નહીં રહે સમુદ્રની ગરમીની અસર દરિયાઈ જીવસૃષ્ટિથી લઈને વાયુમંડળીય પરિસ્થિતિઓ સુધી પહોંચી શકે છે. ઓગસ્ટમાં યુરોપની આસપાસ એટલાન્ટિક કિનારો અને પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં પણ સમુદ્રનું તાપમાન રેકોર્ડ સ્તરે રહ્યું હતું અને ઘણી જગ્યાએ મજબૂતથી લઈને ગંભીર મરીન હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી.પ્રશાંત મહાસાગરમાં સતત વધતું તાપમાન એટલા માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે અલ નિનોની શક્તિ વધારનારી મુખ્ય પરિસ્થિતિઓમાંથી એક છે. ઓગસ્ટમાં આર્કટિક દરિયાઈ બરફનો વિસ્તાર આ મહિના માટે ઇતિહાસમાં 12મો સૌથી ઓછો રહ્યો હતો.મહિનાના અંત સુધીમાં તે તે સમય માટે 13મા સૌથી નીચલા સ્તરે હતો. એન્ટાર્કટિકામાં દરિયાઈ બરફ ઓગસ્ટ મહિના માટે સૌથી નીચલા સ્તરે હતો.
હવામાન સામાન્ય કરતાં વધુ અસ્થિર રહી શકે છે
આનો અર્થ એ છે કે 2026નું આબોહવા ચિત્ર માત્ર ગરમી અને વરસાદના રેકોર્ડથી નથી બની રહ્યું.સમુદ્ર, બરફ, વરસાદ અને તાપમાન-આ ચારેયમાં અસામાન્ય ફેરફારો એકસાથે જોવા મળી રહ્યા છે.હાલમાં એ કહેવું ઉતાવળ ગણાશે કે વિશ્વના દરેક ભાગમાં આગામી શિયાળો કે ઉનાળો કેવો રહેશે.પરંતુ વર્તમાન સંકેતો દર્શાવે છે કે આવનારા મહિનાઓમાં હવામાન સામાન્ય કરતાં વધુ અસ્થિર રહી શકે છે.અલ નિનો વધુ મજબૂત થવાની દિશામાં છે અને 2027ની શરૂઆત સુધી તે યથાવત રહેવાનું અનુમાન છે.આનાથી વિશ્વના અલગ-અલગ ભાગોમાં ગરમી, દુષ્કાળ, ભારે વરસાદ અને અન્ય આત્યંતિક હવામાનની ઘટનાઓનું જોખમ વધી શકે છે. આવા સમયે જો કોઈ મજબૂત અલ નિનો પણ સક્રિય થાય તો 2026ના બાકીના મહિનાઓ અને 2027ની શરૂઆત વિશ્વભરના હવામાન માટે અત્યંત મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ