ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાથી લઈને અર્થવ્યવસ્થા અને સરકારી નીતિઓ સામેના લાંબા સમયના અસંતોષનું પરિણામ છે.   

જનજીવન ખોરવાતા લોકોમાં રોષ 

યુરોપમાં ફુગાવાને કારણે ખાદ્યચીજવસ્તુઓ અને ઘરવપરાશની ચીજોના ભાવ બેફામ વધ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું ભાડું ભરવું અને ખાવા-પીવાની ચીજો ખરીદવી મુશ્કેલ બની છે. પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના ઊંચા ભાવોએ નોકરિયાત વર્ગ અને રોજ કમાઈને ખાનારાઓની કમર તોડી નાખી છે. વાહનવ્યવહાર મોંઘો થવાથી સામાન્ય લોકોની દૈનિક આવક પર સીધી અસર પડી છે.

France Protests

1. વિરોધની શરૂઆત ક્યાંથી થઈ? 

શિક્ષકોની અછત અને ખરાબ સુવિધાઓ: 

ફ્રાન્સની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ગંભીર અછત ચાલી રહી છે. આના કારણે સમયસર વર્ગો ચાલતા નથી અને શિક્ષણની ગુણવત્તા પર વિપરીત અસર પડે છે.

જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર: 

શાળાઓની ઇમારતો ખરાબ હાલતમાં હોવી, ઓવરક્રોડેડ વર્ગખંડો અને પૂરતી પાયાની સગવડોનો અભાવ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો હતો.

વિદ્યાર્થીઓનું આંદોલન: 

આ ખરાબ પરિસ્થિતિઓથી કંટાળીને સૌપ્રથમ હાઇસ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શાળાઓની બહાર વિરોધ પ્રદર્શનો અને બ્લોકેડ શરૂ કર્યા હતા. ધીમે-ધીમે આ વિરોધ દેશની સેંકડો શાળાઓમાં ફેલાઈ ગયો અને હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. 

2. આંદોલન દેશવ્યાપી કેવી રીતે બન્યું? 

નાની ચિંગારીનું રૌદ્ર સ્વરૂપઃ 

વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ ચિનગારી ટૂંક સમયમાં જ દેશવ્યાપી વિસ્ફોટમાં ફેરવાઈ ગઈ હતી. કારણ કે તેમાં સામાન્ય નાગરિકો, ટ્રેડ યુનિયનો અને વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

મોંઘવારી અને જીવનનિર્વાહનો ખર્ચ: 

ફ્રાન્સમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. રોજિંદી ચીજવસ્તુઓ, વીજળી, ગેસ અને રહેઠાણના ભાડામાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોનું જીવન ધોરણ મુશ્કેલ બન્યું છે.

ઇંધણના ભાવ અને વેતન: 

ઇંધણના વધતા જતા ભાવો અને તેની સામે નાગરિકોના વેતનમાં સંતોષકારક વધારો ન થવાને કારણે મધ્યમ અને શ્રમિક વર્ગમાં ભારે રોષ પ્રવર્તતો હતો.

પેન્શન અને સામાજિક સુરક્ષામાં કાપ: 

સરકાર દ્વારા પેન્શન સુધારાઓ અને સામાજિક સુરક્ષા લાભોમાં ઘટાડા સામે લોકોમાં પહેલેથી જ અસંતોષ હતો. આ તમામ આર્થિક મુશ્કેલીઓએ વિદ્યાર્થીઓના આંદોલનને એક વિશાળ જનઆંદોલનમાં પરિવર્તિત કરી દીધું.

FranceNews

3. સરકાર અને પોલીસની ભૂમિકા

સરકારની પ્રતિક્રિયા: 

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની સરકારે શાંતિ જાળવવાની અપીલ કરી છે અને પ્રદર્શનકારીઓની કેટલીક માંગણીઓ પર વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, સરકારે આર્થિક મર્યાદાઓ અને બજેટ ખાધને ટાંકીને મોટા પાયે નાણાકીય છૂટછાટ આપવાનો ઇનકાર કર્યો છે.

ધરપકડો અને હિંસા: 

વિરોધ પ્રદર્શનો ઉગ્ર બનતા દેશભરમાં ઘર્ષણની ઘટનાઓ બની હતી. ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચાડવા, સાર્વજનિક સંપત્તિમાં તોડફોડ અને વાહનોને આગ ચાંપવાના બનાવો સામે આવ્યા બાદ સરકારે સખત પગલાં લીધાં છે, જેના હેઠળ 1800થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શાંતિપૂર્ણ વિરોધના અધિકાર પર સવાલો: 

પોલીસ દ્વારા વિરોધ અટકાવવા માટે કઠોર પગલાં લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કેટલાક યુવાનોને ગંભીર ઇજાઓ થવા અને હાથ ગુમાવવાની ઘટનાઓ સામે આવ્યા બાદ માનવા અધિકાર સંસ્થાઓ અને વિરોધ પક્ષો દ્વારા નાગરિકોના "શાંતિપૂર્ણ વિરોધના અધિકાર" અને પોલીસ દમન સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ SSR અને SIR વચ્ચે શું છે તફાવત? જાણો નામ નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા