Facebook fined Rs 520 crore in UK over GIF platform acquisition case
  • Home
  • Featured
  • બ્રિટનમાં ફેસબૂકને રૂપિયા 520 કરોડનો દંડ, GIF પ્લેટફોર્મ હસ્તાંતરણ સંબંધી કેસ

બ્રિટનમાં ફેસબૂકને રૂપિયા 520 કરોડનો દંડ, GIF પ્લેટફોર્મ હસ્તાંતરણ સંબંધી કેસ

 | 8:45 am IST
  • Share

  • ફેસબૂક પૂરેપૂરી માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું : બ્રિટિશ નિયામક

  • ફેસબૂકે જાણીજોઈને આમ કર્યું  હોવાથી તેને દંડ ફટકારવો જરૂરી : સીએમએ

બ્રિટિશ પ્રતિસ્પર્ધા નિયામકે ફેસબૂક પર 5.05 કરોડ પાઉન્ડ અર્થાત 520 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફેસબૂક દ્વારા જીઆઇએફ  પ્લેટફોર્મ  જિફીના થયેલા હસ્તાંતરણ પછી હાથ ધરવામાં આવેલી તપાસને અંતે  પ્રતિસ્પર્ધા નિયામકના આદેશોના ભંગના આક્ષેપ થયા પછી આ દંડ કરવામાં આવ્યો છે. પ્રતિસ્પર્ધા અને બજાર સત્તામંડળ (સીએમએ)ના જણાવ્યા મુજબ  આ કેસમાં કહેવામાં આવ્યું છે કે ફેસબૂકે જાણીબુઝીને આમ કર્યું  હોવાથી તેને દંડ ફટકારીને ચેતવણી આપવી જ જરૂરી છે. કોઇ પણ કંપની કાયદાથી પર નથી.

નિયામકે કહ્યું કે ફેસબૂક જિફી હસ્તાંતરણ અંગે સમગ્ર જાણકારી આપવામાં નિષ્ફળ ગયું છે. તે ઉપરાંત ફેસબૂક તપાસ દરમિયાન જિફીનું પોતાના પ્લેટફોર્મ સાથે સંચાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે. નિયામકે કહ્યું કે ફેસબૂકે વારંવારની ચેતવણી  છતાં જિફીના હસ્તાંતરણ સંબંધી પૂરેપૂરી માહિતી નથી  આપી. અમેરિકી સરકાર પણ ફેસબૂકની બિઝનેસ શૈલીઓની  સઘન તપાસ કરી રહી છે. અમેરિકાના શાસક અને વિરોધ પક્ષ એમ  બંને પક્ષોના સાંસદ કંપની સામે ભવાં ચઢાવી રહ્યા છે. ફેસબૂક  સામે અમેરિકી કોંગ્રેસમાં રોષ વધતો જાય છે. ધ વર્જ  પોર્ટલમાં જણાવ્યા મુજબ હાલમાં ફેસબૂકને વોટ્સએપ,  ઇન્સ્ટાગ્રામ અને ઓક્યૂલસ જેવી તમામ કંપનીઓની પેરન્ટ કંપની  માનવામાં આવે છે. પરંતુ ફેસબૂક કંપનીનું નામ બદલીને  તેને પેરન્ટ કંપની હેઠળ કામ કરતી કંપનીઓની હરોળમાં જ લાવી દેવા વિચારી રહી છે. 

મળતા અહેવાલ મુજબ ફેસબૂક પોતાનું નામ બદલીને રિબ્રાન્ડિંગની તૈયારી કરી રહી છે. ધ વર્જે આપેલા અહેવાલ મુજબ આગામી સપ્તાહે  ફેસબૂકના નવા નામની  જાહેરાત થઇ શકે છે. 28 ઓક્ટોબરે  યોજાનારી કંપની ઇવેન્ટ કન્ટેક્ટ કોન્ફરન્સમાં  સીઇઓ માર્ક ઝુકરબર્ગ કંપનીના નવા નામની સત્તાવાર જાહેરાત કરે તેવા અહેવાલ છે. અન્ય પ્રકોડક્ટ અંગે પણ મોટી જાહેરાત થઇ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો