facebook quiet mode help you to save time know how to use
  • Home
  • Tech
  • ફેસબુકનું ખાસ ફીચર બચાવશે તમારો સમય! જાણો કેવી રીતે કરશો ઉપયોગ

ફેસબુકનું ખાસ ફીચર બચાવશે તમારો સમય! જાણો કેવી રીતે કરશો ઉપયોગ

 | 12:31 pm IST
  • Share

  • શું કામ કરે છે Facebookનું Quiet Mode

  • કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ

Facebook હંમેશા તેની એપમાં યુઝર્સ નવા ફીચર્સ ઉમેરતું રહે છે. આ ફીચર્સ ફેસબુક એપને વધુ સુરક્ષિત બનાવે છે. જો તમે મોટાભાગનો સમય ફેસબુક પર વીડિયો અને પોસ્ટ જોવામાં પસાર કરો છો, તો આ એપમાં એક એવું ફીચર છે, જેની મદદથી તમે તમારા ફેસબુક ટાઈમને સરળતાથી મેનેજ કરી શકશો. આ ફીચરનું નામ છે; Facebook Quiet Mode.

શું છે Facebook Quiet Mode ફીચર?

ગયા વર્ષે, Facebook દ્વારા એપ્લિકેશનમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું હતું, જે Quiet Mode તરીકે ઓળખાય છે. આ ફીચરની ખાસિયત એ છે કે આના દ્વારા યુઝર્સ પોતાના સમયને સરળતાથી મેનેજ કરી શકે છે. આ ફીચરની મદદથી યુઝર્સ ફેસબુકના તમામ નોટિફિકેશનને એકસાથે મ્યૂટ કરી શકે છે.

જ્યારે આ ફીચર ઇનેબલ કરવામાં આવે છે તો ફેસબુક પર આવતા પુશ નોટિફિકેશન મ્યૂટ થઈ જાય છે. જો યુઝર્સ ઇચ્છે, તો તેઓ Facebook Quiet Mode ફીચરને કેટલા સમય સુધી ઓન રાખવાનું છે, તેનો સમય પણ શેડ્યૂલ કરી શકે છે.

આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય 

  • તમારી Facebook એપ્લિકેશન ખોલો અને જમણી બાજુએ બનાવેલા હેમ્બર્ગ આઇકોન પર ક્લિક કરો.
  • હવે નીચે સ્ક્રોલ કરીને નીચે આપેલા Settings and Privacy વિકલ્પ પર જાઓ અને પછી Settings પર ક્લિક કરો.
  • અહીં તમને Preferences સેક્શન દેખાશે જ્યાં તમને યોર ટાઈમ ઓન ફેસબુક લખેલું દેખાશે, જ્યારે તમે તેના પર ક્લિક કરશો ત્યારે તમને ઘણા વિકલ્પો દેખાશે.
  • અહીં આપેલા See Time વિકલ્પ પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે તમે ફેસબુક પાછળ કેટલો સમય પસાર કર્યો છે.
  • હવે તમે Manage Your Time પર ક્લિક કરો, જ્યાં તમને Quiet Mode દેખાશે, તેને ચાલુ કરો, જો તમે ઈચ્છો તો તમે Schedule Quiet Mode પર જઈને તમારો સમય પણ શિડયુલ કરી શકો છો.
  • તમે આ ફીચર દ્વારા તમારા સમયની સાથે સાથે દિવસની પસંદગી પણ કરી શકો છો.

Reminder સેટ કરવા:

તમે Quiet Mode ફીચરની નીચે Daily Time Reminder ઓપ્શન જોઈ શકો છો, આને ઓન કર્યા પછી તમારે ફેસબુક કેટલી વાર માટે યુઝ કરવું છે એનો સમય પણ સેટ કરી શકો છો. એટલે કે, જો તમે અડધો કલાક પસંદ કરો છો, તો અડધા કલાક પછી તમને ફેસબુક રિમાઇન્ડર આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો