Facebookaccount secure hacked blocked SocialMedia Plateform Security Hackers
  • Home
  • Tech
  • શું તમે Facebookનો ઉપયોગ કરો છો ? આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે…

શું તમે Facebookનો ઉપયોગ કરો છો ? આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે…

 | 12:28 pm IST
  • Share

  • સોશિયલ મીડિયાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે
  • દરેક યૂઝર્સે પોતાની સેક્યુરિટી રાખવી ખુબ જ જરૂરી
  • ફેસબૂક એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે સાવધાની રાખવી જરૂરી
  • ફેસબૂક ભારતમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક

આજકાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાને ખુબ જ પસંદ કરે છે અને તેમાં એક પ્લેટફોર્મ ફેસબૂક છે. આ ટેકનોલોજી યુગમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ સોશિયલ મીડિયા ઉપયોગી છે સાથે સાથે નુકસાનકારક પણ છે. કેટલાક ટેકનોલોજીનો દૂરઉપયોગ કરીને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને તમારા ડેટા ચોરી કરે છે. હેકર્સ દરેક સમયે યૂઝર્સના એકાઉન્ટ ઉપર નજર રાખે છે. એટલા માટે આજે અમે તમને 7 એવી ટ્રીક બતાવીશું જેનાથી તમે તમારૂં ફેસબૂક એકાઉન્ટ સુરક્ષિત રાખી શકશો. ઉલ્લેખનિય છે કે ફેસબૂક ભારતમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે.

તમારૂં ફેસબૂક એકાઉન્ટ સુરક્ષિત કેવી રીતે રાખશો ?

  • સૌ પ્રથમ પોતાના ફેસબૂક એકાઉન્ટમાં લોગ ઈન કરો અને ‘Setting & Privacy’ પેઝ ઉપર જાઓ
  • મેનૂમાં ‘Security and login’ ક્લિક કરો
  • તમારા દરેક ઓપન સેશન જોવા માટે ‘Where you’re logged in’ ચેક કરો. જેમાં એવું કોઈ સેશન છે જેને તમે નથી ઓળખતા તો ત્રણ ડોટ્સ મેનૂ પર જાઓ અને લોગ આઉટ પર ક્લિક કરો. આ સ્ટેપ્સથી તમારું એકાઉન્ટ તમારા મોબાઈલ સહિત જે પણ અન્ય મોબાઈલ કે કમ્પ્યુટરમાં લોગ ઈન હશે ત્યાં બંધ થઈ જશે.
  • લોગ ઈન ઓપ્શન્સ મુજબ ‘Save your login information’ ની આગળ Editને સિલેક્ટ કરો. આ સેટિંગ તમને જણાવશે કે તમારી લોગ ઈન જાણકારી જલદીથી લોગ ઈન માટે કમ્પ્યુટર પર પહોંચી ગઈ છે કે નહી. જો આ તમારું વ્યક્તિગત કમ્પ્યુટર છે અથવા તો માત્ર તમારી પાસે જ તેનુ એક્સેસ છે તો તમારી લોગ ઈન જાણકારી સેવ કરી શકો છો. નહીં તો જો આ જાણકારી કોઈ સાર્વજનિક અથવા તો અન્યના કમ્પ્યુટર પર સેવ ન કરો. નહીંતર બીજા લોકો પણ એક્સેક કરી શકે છે. કોઈપણ કમ્પ્યુટરમાંથી તમારી લોગ ઈન માહિતી ડિલીટ કરવા માટે ‘Remove account’  પર ક્લિક કરો.
  • ટૂ ફૈક્ટર ઓન્થેંટિકેશન સેટિંગમાં ‘Use two-factor authentication’  ઓપ્શનની EDIT બટનને સિલેક્ટ કરો અને સમગ્ર પ્રક્રિયાને ફોલો કરીને તેને ઓન કરો. તમે તમારો લોગ ઈન કોડ જનરેટ કરવા માટે SMSના માધ્યમથી પ્રાપ્ત કરી શકો છો અથવા તો એક ઓન્થેંટિકેટર એપનો ઉપયોગ કરી શકો છો. જેવું તમે ટૂ ફેક્ટર ઓન્થેંટિકેશનને અનેબલ કરો છો. તો તમારો બેકઅપ કોડ જનરેટ કરવો. જ્યારે પણ લોગ  ઈન કરો છો તો તમે તમારો લોગ ઈન પાસવર્ડ દાખલ કર્યા પછી ટૂ ફેક્ટર ઓન્થેંટિકશન કોડ દાખલ કરવાનો રહેશે.
  • ‘Setting up extra security’  મુજબ અનરિકોગ્નાઈઝ્ટ લોગ ઈન એલર્ટ સેટિંગ્સ ઓન છે કે નહીં તે જુઓ. તમે ઈમેઈલ અથવા તો ફેસબુક મેસેન્જરના માધ્યમથી એક એલર્ટ મળશે જે ફેસબૂક કોઈ અનરિકોગ્નાઈઝ્ટ એકાઉન્ટથી તમારા એકાઉન્ટમાં લોગ ઈનની જાણકારી મેળવશે.
  • ‘Setting up extra security’  ઓપ્શન દ્વારા ફેસબૂક પર તમારા ત્રણથી પાંચ ફ્રેન્ડને પસંદ કરો. જો તમે ક્યારેક તમારું એકાઉન્ટ ઓપન ન થાય અથવા તો બ્લોક થઈ જાય તે એ પસંદ કરેલા એકાઉન્ટ દ્વારા તે ઓપન કરવામાં સહાયતા થશે. 

આવી રીતે તમે તમારા ફેસબૂકને 7 સ્ટેપ્સ દ્વારા સુરક્ષિત કરી શકો છો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો