facial in winters know how to take care skin for beautiful face
  • Home
  • Fashion & Beauty
  • શિયાળામાં સાવધાનઃ ફેશિયલ ક્યાંક ન કરી દે તમારો ચહેરો ખરાબ

શિયાળામાં સાવધાનઃ ફેશિયલ ક્યાંક ન કરી દે તમારો ચહેરો ખરાબ

 | 1:37 pm IST
  • Share

  • શિયાળામાં ફેશિયલ સમયે ધ્યાન રાખો આ વાતો

  • સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ

  •  ચમકી ઉઠશે તમારો ચહેરો

 

 

ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે મહિલાઓ મહિનામાં એકવાર ફેશિયલ કરાવે છે. જેથી કરીને તેમની ત્વચા યુવાન અને સુંદર રહે, પરંતુ શિયાળામાં ફેશિયલ કરાવતા પહેલા તેઓએ વધુ વિચારવું પણ જરૂરી છે. પ્રથમ શરદી અને બીજું શિયાળામાં ત્વચામાં ઘણા ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ શિયાળામાં ફેશિયલ કરાવવા જઈ રહ્યા છો તો તમારે ખાસ ધ્યાન આપવું પડશે કારણ કે શિયાળામાં ત્વચા નિર્જીવ અને શુષ્ક બની જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ફેશિયલ પછી ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નથી. તો ચાલો જાણીએ શિયાળામાં ફેશિયલ કરાવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારી સુંદરતા જળવાઈ રહેશે.

 

યોગ્ય ફેશિયલની પસંદગી

વધતી જતી ઉંમરમાં આપણને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ખીલ અને પિમ્પલ્સ સિવાય મહિલાઓ ડેડ સ્કિન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરે છે. આ બધા ત્વચા પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ ઘણીવાર આ સમસ્યાઓનો સામનો કરવા માટે ફેશિયલ કરાવે છે. એવું માનવામાં આવે છે કે ફેશિયલ ત્વચાને કડક બનાવે છે જેનાથી તમે યુવાન અને સુંદર દેખાશો. જો કે ફેશિયલ પછી પણ ચહેરાની ખાસ કાળજી લેવી પડે છે. દરેક વ્યક્તિની સ્કીન એકસરખી હોતી નથી. સામાન્ય અથવા તૈલી ત્વચા પણ શિયાળાની ઋતુમાં સુકાવા લાગે છે, તેથી એવું ફેશિયલ પસંદ કરો, જે તમારી ત્વચા માટે યોગ્ય હોય.

ફેશિયલ પહેલા બ્યૂટીશિયન સાથે સ્કીન ટાઈપને લઈને કરો ચર્ચા

મોટાભાગની ફેશિયલ કિટ્સમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડન્ટ્સના ગુણ હોય છે જે સ્કીનને પોષણ આપવાનું કામ કરે છે. શિયાળામાં સ્કીનને હેલ્ધી રાખવા માટે બંને ઈન્ગ્રીડિયન્ટ્સ મહત્વના હોય છે. શિયાળામાં ભેજના કારણે સ્કીનમાં ખંજવાળ શરૂ થાય છે અને એવામાં ફેશિયલ હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. ફેશિયલ પહેલા બ્યુટીશિયન સાથે સ્કીન સંબંધી મુશ્કેલીઓની ચર્ચા ખાસ જરૂરી છે.

 

ફેશિયલ કરાવ્યા બાદ ન કરો આ કામ

ફેશિયલ કરાવ્યા બાદ આકરા તડકામાં જવાની ભૂલ ન કરો. અનેકવાર ફેશિયલ કરાવ્યા બાદ બ્યૂટીશિયન સીરમનો ઉપયોગ કરે છે જેનાથી સ્કીન હાઈડ્રેટ રહે. એવામાં જ્યાં સુધી આ સ્કીનમાં એબ્સોર્બ ન થાય ત્યાં સુધી પાર્લરની બહાર ન નીકળો.

આ સિવાય શિયાળામાં ફેશિયલ કરાવ્યા બાદ ફેસ વાઈપ્સ, ફેસપેક, ફેસ માસ્ક પણ ન લગાવો. આવું ઓછામાં ઓછા 2 દિવસ સુધી ન કરો. જો ફેશિયલના બાદ ફેસ ઓઈલી લાગી રહ્યો છે તો 4 કલાકના બાદ નોર્મલ પાણીથી ધોઈ લો. એક દિવસ બાદ ફેસ વોશથી પોચાના ફેસને ક્લીન કરી શકાય છે.

ફેશિયલ કરાવ્યાના 2 દિવસ પહેલા જ થ્રેડિંગ કરાવી લો. ફેશિયલના બાદ થ્રેડિંગ કરવાથી બળતરા અને ખંજવાળની સમસ્યા તમને થઈ શકે છે. સાથે ફેશિયલ બાદ સ્ક્રબ કરવાની ભૂલ ન કરો. ઓછામાં ઓછા 4 દિવસ સુધી સ્ક્રબ કરવાની જરૂર હોતી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો