Fake Police Caught Couples in Vastral Area Of Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદી કપલો સાવધાન! હોટેલની બહાર નીકળી પોલીસ પકડે તો ચેતી જજો, થયો આ મોટો ખુલાસો

અમદાવાદી કપલો સાવધાન! હોટેલની બહાર નીકળી પોલીસ પકડે તો ચેતી જજો, થયો આ મોટો ખુલાસો

 | 5:08 pm IST

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ બની તોડ કરવાના કિસ્સાઓ વઘી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રામોલ વિસ્તારનો સામે આવ્યો છે. જેમાં રિંગ રોડ પર કપલને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઇ છે. આ ટોળકી હોટેલની બહાર નીકળતાં કપલોને રસ્તામાં રોકતાં હતા. અને પોલીસની ઓળખ આપી પૈસા પડાવતા હતા. આ મામલે પોલીસે કપલોને ફરિયાદ નોંધાવવા આગળ આવવા જણાવ્યું છે.

પોલીસ ગિરફતમાં રહેલ નકલી પોલીસની ટોળકીએ દસ દિવસમાં 8 જેટલાં કપલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે. નકલી પોલીસની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો વસ્ત્રાલ રિંગરોડ પર રહેલી હોટલમાં જતાં કપલોને ટાર્ગેટ કરીને ધમકાવી ડરાવીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસની ટોળકીમાં બે આરોપી હોટલની બહાર વોચ રાખી બેઠાં હોય અને હોટલથી બહાર કપલ આવતાં જ બે આરોપીને તે કપલની જાણકારી આપી દેવામાં આવે અને બાદમાં બે આરોપી કપલની પાછળ પીછો કરીને તેઓને રિંગ રોડ પર ઉભા રાખીને પોલીસની ઓળખ આપતા હતા.

નકલી પોલીસ પુરુષને બળાત્કારનો કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે ડી સ્ટાફ પહેરે તેવાં સ્પોર્ટ્સ શુઝ પહેરીને આવતા હતા. જો કે પોલીસની જેમ મોટા અવાજથી વાતો કરીને કપલોને ધમકાવતા હતા. આમ કરી 8 જેટલાં કપલો જોડે પૈસા પડાવ્યા છે.

ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી અયુબસા દીવાન મૂળ રખિયાલનો રહેવાસી છે. જેને પોલીસ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી. પરંતુ તેની ટોળકીનાં 3 સાગરિતોને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી પકડી પાડ્યા છે. નકલી પોલીસ ટોળકીમાં પકડાયેલ મોહમંદ સલીમ, યાસીન કુરેશી અને અબદુલ રફીકની રખિયાલ વિસ્તારમાથી ધરપકડ કરવામાં આવી છે. ચારે આરોપી પુછપરછ માત્ર કપલને પોલીસ ઓળખ આપી કેસ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા.

નકલી પોલીસની ટોળકી અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી અયુબસા દીવાન મર્ડરના ગુનામાં પકડાયેલ છે. પોલીસ તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલાં કપલને નકલી પોલીસ ભોગ બનાવ્યા છે. ઉલ્લેખનિય છે કે રામોલ પોલીસ મથકમાં એક પણ કપલ ફરિયાદ નોંધાવવા આવ્યા નથી. જેને લઇ પોલીસે મીડિયાના માધ્યમથી આવા નકલી પોલીસથી ભોગ બનેલાં લોકોને સંપર્ક કરવા અપીલ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ જૂનાગઢ પાણી પીતા સિંહનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન