family plan to go for a walk in these 4 indias best places
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તમારા માટે ભારતની આ 4 જગ્યા ફરવા માટે બેસ્ટ છે, મિત્રો સાથે એન્જોય, પાર્ટનર સાથે શાંતિ અને પરિવાર સાથે ખુશી મળશે

તમારા માટે ભારતની આ 4 જગ્યા ફરવા માટે બેસ્ટ છે, મિત્રો સાથે એન્જોય, પાર્ટનર સાથે શાંતિ અને પરિવાર સાથે ખુશી મળશે

 | 6:17 pm IST
  • Share

વાત જ્યારે પણ ફરવાની થાય છે ત્યારે આ લિસ્ટમાં તમામ લોકો તૈયાર થઈ જાય છે. ફરવું, પોતાના કામમાંથી રજા લઈને શાંતિનો સમય વિતાવવો, નવી નવી જગ્યાઓ વિશે માહિતી મેળવવી, નવી નવી જગ્યાઓ પર જઈને ફોટો પાડવા અને સ્વાદિષ્ટ ભોજન કરવું દરેક લોકોને પસંદ હોય છે. કોઈ પોતાના મિત્રો સાથે તો કોઈ તેના પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરતા હોય છે. જો કે કોરોના વાયરસના પગલે છેલ્લા ઘણા સમયથી યાત્રા સ્થળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે જેમ ધીરે ધીરે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેના પગલે હવે તમે પણ આ કોરોનાથી કંટાળી ગયા હોવ તો ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ ચોમાસાનું ઋતુમાં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તમને અનેરી ખુશી અને શાંતિ મળશે. તો તમે પણ ત્યાં ફરવા જઈ શકો છો.

દાર્જિલિંગ

દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને દર વર્ષે અહિંયા ખુબ જ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. ત્યારે ચોમાસામાં ફરવા માટે આ જગ્યા ખુબ જ જાણીતી છે. અહિંયા ચાના બગીચાઓ અને સાથે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ રોમેન્ટિક જગ્યા પર જવા માંગો છો તો દાર્જિંલિંગ જેવી સુંદર જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. દાર્જિલિંગમાં પત્ની અથવા તો ગર્લફ્રેન્ડ સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર બની રહેશે. તમને જણાવી દઈએ કે દાર્જિલિંગ 2134 મીટરની પર આવેલું છે અને અહિયા કેટલાક બૌદ્ધ મઠ અને હિમાલયના પર્વતોને જોવાની એક અલગ જ મજા છે. તમે આ શાંતીમય વાતાવરણમાં એકબીજા સાથે સુંદર સમય પસાર કરી શકો છો. દિર્જિલિંગ માત્ર ચાના બગીચાઓ માટે જાણીતું નથી પરંતુ અહિંયાના દરેક પહાડોના કારણે પણ લોકો માટે પહેલી પસંદ બને છે.

હિમાચલ પ્રદેશ

આમ તો ઉત્તરાખંડ રાજ્ય આખુ ટૂરિસ્ટ પ્લેસ ગણવામાં આવે છે. કસોલ દિલ્હીથી 517 કિલોમીટરના અંતરે છે. કસોલ સ્વર્ગથી ઓછું નથી. અહીં બારથી લઇને  રેસ્ટોરન્ટ સુધીની સુવિધાઓ મળી જશે. મનીકરણથી કસોલનું અંતર 5 કિલોમીટરનું છે. અહીં તમને વિદેશી ટૂરિસ્ટ મળશે. જો તને ઑનલાઇન બૂકિંગ કરો છો તો સારી હોટલ્સ તમને આશરે રૂ.500થી રૂ.700 સુધી પ્રતિ નાઇટના હિસાબે સારો રૂમ મળી શકે છે. દિલ્હીથી બસનું ભાડું આશરે 500 રૂપિયાથી શરૂ થઇને 1 હજાર રૂપિયા સુધી હશે. આ ઉપરાં તમને દિલ્હીથી કસોલ જવા માટે સ્લીપર ટિકિટ સરળતાથી મળી જશે.

મેઘાલય

જો તમે ફરવા માટે કોઈ શાંતિ અને સુંદરતા ભરી જગ્યા ગોતી રહ્યા છે તો આ લેટમાવ્સિયાંગ તમારા માટે બેસ્ટ જગ્યા છે. જ્યાં પહાડો અને ચારે તરફ હરિયાળી તેમજ ઝરણા એક શાનદાર દ્રશ્ય બનાવે છે. જે દરેક લોકોના મનને મોહી લે છે. કહેવામાં તો આ એક નાનું ગામ છે. પરંતુ અહિંયાની સુંદરતાનું કોઈપણ દિવાનું થઈ જશે.

પચમઢી

જો આપ આપના વેકેશનને યાદગાર બનાવવા ઇચ્છતા હોવ તો આપે મધ્યપ્રદેશમાં આવેલા સુંદર હિલ સ્ટેશન પચમઢીનો પ્રવાસ ચોક્કસ ખેડવો જોઇએ. પચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. અત્રે આવીને આપ અહીંના શાંત વાતાવરણમાં, લીલોતરીમાં, સંગીતમય ઝરણા અને કલ કલ વહેતી નદીયોમાં ખોવાઇ જશો. સાથે સાથે પચમઢીમાં આપ શિવશંકરના ઘણા મંદિરોના પણ દર્શન કરી શકશો. આપને જણાવી દઇએ કે કૈલાશ પર્વત બાદ પચમઢીને જ ભગવાન શિવનું બીજું ઘર માનવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન