કટ્ટરવાદના પ્રચારના આક્ષેપસર ફ્રાન્સમાં ૨૦ મસ્જિદોને તાળાં લાગ્યાં - Sandesh
  • Home
  • World
  • કટ્ટરવાદના પ્રચારના આક્ષેપસર ફ્રાન્સમાં ૨૦ મસ્જિદોને તાળાં લાગ્યાં

કટ્ટરવાદના પ્રચારના આક્ષેપસર ફ્રાન્સમાં ૨૦ મસ્જિદોને તાળાં લાગ્યાં

 | 4:12 am IST
  • Share

પેરિસ, તા. ૪

ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં ૨૦ મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી વિચારધારા શીખવાતી હતી. ફ્રાન્સના ગૃહપ્રધાન બર્નાર્ડ કૈજેઉન્વેએ મસ્જિદો બંધ થઈ હોવાની માહિતી આપી હતી. ગૃહપ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કટ્ટરવાદ સામે ચાલી રહેલાં અભિયાનના ભાગરૂપે ૨૦ મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે.

ફ્રાન્સે આ નિર્ણય લીધા પછી ભારતમાં વસી રહેલી બાંગ્લાદેશની લેખિકા તસલિમા નસરીને કહ્યું હતું કે બાકીના દેશ આવો નિર્ણય ક્યારે લેશે? ટ્વિટ કરતાં તસલિમાએ કહ્યું કે ફ્રાન્સમાં કટ્ટરવાદીઓને પદાર્થપાઠ ભણાવવા ૨૦ મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે. બાકીના દેશોએ આવાં પગલાં લેવાં જોઇએ?

સોમવારે ગૃહપ્રધાન બર્નાર્ડે કહ્યું હતું કે ફ્રાન્સમાં મસ્જિદો અને પ્રાર્થનાગૃહોમાં નફરત શીખવવામાં આવતી હતી. ફ્રાન્સમાં આવી પ્રવૃત્તિને કોઈ સ્થાન નથી. ૨૦ મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થશે. એક ન્યૂઝ ચેનલે જણાવ્યા મુજબ ફ્રાન્સમાં આવેલી ૨,૫૦૦ મસ્જિદો અને પ્રાર્થનાગૃહો પૈકી ૧૨૦ મસ્જિદ શકના ઘેરામાં છે. આ સ્થાનોમાં ર્ધાિમક વિચારોનો પ્રચાર કરવાને સ્થાને કટ્ટરપંથની તાલીમ આપવામાં આવે છે.

બ્રિટનમાં મુસ્લિમ મહિલાને પ્લેનમાંથી ઉતારી દેવાઈ લંડન : એક મુસ્લિમ કાર્યકર્તાને યુકેના એરપોર્ટ પર અટકમાં લેવામાં આવી હતી. ટેરર લો હેઠળ તેને અટકમાં લઇને તેની પૂછપરછ પણ કરી. કેબિન ક્રૂ મેમ્બરે તે મહિલાને ફ્લાઇટમાં સીરિયાઇ સંસ્કૃતિ પર આધારિત એક પુસ્તક વાંચતાં જોઇ હતી અને શંકાસ્પદ વ્યવહાર બદલ પોલીસને જાણ કરી દીધી હતી. ફૈજાન શાહી તુર્કસ્તાનથી હનીમૂન મનાવીને પાછી ફરી રહી હતી. ૨૫ જુલાઇના રોજ યોર્કશાયર પોલીસે ડોનકાસ્ટર એરપોર્ટ પરથી તેને અટકમાં લીધી હતી. શાહીન કટ્ટરવાદનો ફેલાવો કરનારા માનસિકરૂપે નબળા કિશોરોને મદદ કરતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો