fashion tips bridal lehenga selecting tips for plus size brides
  • Home
  • Fashion & Beauty
  • પ્લસ સાઈઝની દુલ્હન માટે લહેંગા પસંદ કરવા માટેની 7 ટિપ્સ

પ્લસ સાઈઝની દુલ્હન માટે લહેંગા પસંદ કરવા માટેની 7 ટિપ્સ

 | 11:52 am IST
  • Share

  • લગ્નની સિઝનમાં જાણી લો કેવા લહેંગા પસંદ કરવા

  • પ્લસ સાઈઝની દુલ્હને લહેંગા પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની ટિપ્સ 

 

લગ્ન નક્કી થયા પછી યુવતીઓ પોતાના માટે લગ્નના કપડાં, ઘરેણાં અને મેકઅપ વગેરે શોધવા લાગે છે. બજારમાં દુલ્હન માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ શરીરના આકારને ધ્યાનમાં રાખીને પોશાકની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સામાન્ય રીતે દુલ્હન લગ્ન માટે મનપસંદ અભિનેત્રીના લૂકને અપનાવવા માંગતી હોય છે. પરંતુ લહેંગા પસંદ કરવાની આ રીત ખોટી છે. ખાસ કરીને જો દુલ્હન પ્લસ સાઈઝમાં હોય અને તો તેને બોડી શેપ પ્રમાણે લહેંગા પસંદ કરવા જોઈએ.

પ્લસ સાઈઝની દુલ્હન માટે લહેંગા પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

  1. વધુ ઘેરવાળો લહેંગા ન લો

સામાન્ય રીતે, પ્લસ સાઈઝની બ્રાઈડ ટ્રેન્ડને ફોલો કરીને ઘેરદાર અને કડીવાળા લહેંગા પસંદ કરે છે. આ પ્રકારના લહેંગામાં તે વધુ જાડી લાગી શકે છે. જો તમે ઓછી કડીવાળા લહેંગા ખરીદો તો સારું રહેશે.

  1. એ લાઈન લહેંગા બેસ્ટ

પ્લસ સાઈઝની દુલ્હન માટે એ-લાઈન લહેંગા પસંદ કરવાનું વધુ સારું રહેશે. જો તેને હેવી લૂક આપવો હોય તો આ પ્રકારના લહેંગાની બોર્ડર પર ફ્રિલ વર્ક કરાવી શકો છો.

  1. ડાર્ક રંગ પસંદ કરો

લહેંગા માટે ડાર્ક શેડ્સ શ્રેષ્ઠ રહેશે. જો તમને ડાર્ક શેડનો લહેંગા પસંદ નથી, તો તમે લાઇટ કલરના શેડમાં પેસ્ટલ અને બેબી પિંક કલર પસંદ કરી શકો છો.

  1. ઓછા વર્કવાળા લહેંગા ટ્રાય કરો

જો તમારે લહેંગા પર ભરતકામ કરાવવું હોય તો ભારે વર્કને બદલે લાઇટ વર્ક કરાવો. મોટા પેચ વર્ક અને પ્રિન્ટવાળા લહેંગા પસંદ ન કરો. લહેંગામાં વર્ટિકલ લાઈન્સ તમારા માટે વધુ સારી રહેશે.

  1. હાઇ વેસ્ટ લહેંગા

હાઈ વેસ્ટના લહેંગા આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે અને આવા લહેંગા તમને સ્લિમ લુક પણ આપે છે. એટલા માટે પ્લસ સાઈઝની બ્રાઈડ હાઈ વેસ્ટ લહેંગા પસંદ કરી શકે છે.

  1. બ્લાઉઝની ડિઝાઈન

પ્લસ સાઈઝના બ્રાઈડલ લહેંગા સાથે બંધ ગળા અથવા નાના ગળાવાળા બ્લાઉઝ સારા લાગશે. આ સિવાય પ્લસ સાઈઝની બ્રાઇડ ફુલ અને સ્ટ્રક્ચર્ડ સ્લીવ્ઝ પહેરી શકે છે. પ્લસ સાઈઝની બ્રાઇડે ટૂંકા બ્લાઉઝને બદલે ફુલ કવર થાય એવું બ્લાઉઝ પહેરવું જોઈએ.

  1. આ રીતે દુપટ્ટો લગાવો

પ્લસ સાઈઝની દુલ્હને તેના દુપટ્ટાને યોગ્ય રીતે પીનઅપ કરવો જોઈએ. ઓપન સ્ટાઇલ દુપટ્ટા ડ્રેપિંગ તેમને ફેટ લુક આપી શકે છે. તમે ડબલ દુપટ્ટા પણ કેરી કરી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો