fashion tips designer and colorful clutches gives you classy look
  • Home
  • Fashion & Beauty
  • પ્રસંગોથી માંડી રૂટિન લાઇફમાં ક્લાસી લુક આપે છે અવનવા ક્લચ

પ્રસંગોથી માંડી રૂટિન લાઇફમાં ક્લાસી લુક આપે છે અવનવા ક્લચ

 | 11:10 am IST
  • Share

  • આકર્ષક ક્લચ બનાવે છે તમને આકર્ષણનું કેન્દ્ર

  • આજકાલ આ પ્રકારના ક્લચ છે ટ્રેન્ડમાં 

તમે સિમ્પલ આઉટફિટ પહેર્યાં હોય પરંતુ તમારા હાથમાં આકર્ષક બેગ હોય તો તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બનો છો. એમાંય બેગને બદલે નાનકડું સરસ મજાનું ક્લચ તમારા હાથમાં હોય તો…તો લુક જ ચેન્જ થઇ જાય. તેથી જ હવે ગર્લ્સ બેગને બદલે ક્લચ સાથે રાખવાનું પસંદ કરી રહી છે. પાર્ટી વૅરની સાથે ક્લચ પર્સની ફેશન પહેલેથી જ ઇન ટ્રેન્ડ હતી.

હવે પાર્ટીવેરની સાથે રૂટિનમાં પણ ક્લચ બેગનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. તો સામે માર્કેટમાં આકર્ષક એક્સેસરીઝમાં ક્લચ પર્સ જોવા મળી રહ્યાં છે. એમાં અનેક પ્રકારની વેરાઇટી ઉપલબ્ધ છે. સિલ્વર અને ગોલ્ડન કલર ઉપરાંત એમ્બ્રોઇડરી, બ્રોકેટ, રંગીન મોતી, કલરફુલ ફ્લાવર્સથી બનેલાં ક્લચ ખાસ છે. એમાં અનેક મટીરિયલ અને ડિફરન્ટ કલર્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

ક્લચમાં દિવસે દિવસે નિતનવું પરિવર્તન આવતું જોવા મળે છે. એમાં અલગ અલગ કોમ્બિનેશન પણ ઇન થઇ રહ્યાં છે. ક્લચ લગ્ન, વીકેન્ડ, ઇવનિંગ પાર્ટી, કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે. તો આજે ક્લચ વિશે થોડું જાણીએ.  

મલ્ટિકલર ક્લચ

પ્લેન કરતાં મલ્ટિકલરનાં ક્લચ યંગ જનરેશનને આકર્ષે છે. જ્યારે મિડલ એજની માનુનીઓ પ્લેન ક્લચ વધુ પસંદ કરી રહી છે. યુવાપેઢીની વાત કરીએ તો તેઓ રૂટિન લાઇફમાં મલ્ટિકલર ઉપરાંત જ્યોમેટ્રિકલ ડિઝાઇન પસંદ કરે છે.  

ડિફરન્ટ કલર અને પ્રિન્ટમાં ક્લચ સ્માર્ટ લુક આપે છે. તેની સાથે શોલ્ડર ચેન હોય છે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે ક્લચને કૅરી પણ કરી શકો છો. આ ક્લચમાં ફોનની સાથે કાર્ડ, ચાવી, રૂપિયા જેવી જરૂરિયાતની વસ્તુઓ રાખી શકો છો.  

દરેક આઉટફિટ સાથે ફિટ

સામાન્ય રીતે આપણે આઉટફિટ પ્રમાણે પર્સની પસંદગી કરતાં હોઈએ છીએ, પરંતુ ક્લચની વાત તો નિરાળી જ છે. આઉટફિટ ભલે ટ્રેડિશનલ હોય, વેસ્ટર્ન હોય કે ઇન્ડો વેસ્ટર્ન ક્લચ કોઈ પણ પ્રકારના આઉટફિટની સાથે પરફેક્ટ એક્સેસરી છે. તમે એટ્રેક્ટિવ અને સુંદર ક્લચની સાથે તમારા ઓવરઓલ લુકને એન્હાન્સ કરી શકો છો. ક્લચમાં પ્રિન્ટ ભલે કોઇપણ હોય તે ક્લાસી લુક આપે છે.  

મટીરિયલ એન્ડ ડિઝાઇન

એક સમયે સિલ્ક અને કોટન મટીરિયલમાં જોવા મળતાં ક્લચ હવે સિલ્ક અને કોટન ઉપરાંત રૉ સિલ્ક ફેબ્રિક, મલમલ, જ્યૂટ, લેધર, જેવાં અનેક મટીરિયલમાં ઉપલબ્ધ છે. હવે તો મેરેજ જેવા પ્રસંગોમાં આઉટફિટમાં યુઝ કરવામાં આવેલા મટીરિયલનો ઉપયોગ કરીને ક્લચ બનાવવામાં આવે છે. ક્લચમાં શેઇપની વાત કરીએ તો મોટાભાગે લંબચોરસ શેઇપનાં ક્લચ ઓલટાઇમ હોટ ફેવરિટ રહ્યાં છે, પરંતુ સાથે યુવાપેઢીને આકર્ષે એવા લંબગોળ, સ્કવેર, રાઉન્ડ, ત્રિકોણ એમ વિવિધ શેઇપનાં ક્લચ પાર્ટી અને નાનાં મોટાં ફંક્શનમાં ક્લાસી લુક આપી રહ્યાં છે. ક્લચનું મટીરિયલ મેટલ ફ્રેમિંગની સાથે ડિઝાઇનર ક્લોથમાં હોય છે, જે તેને ડયૂરેબલ બનાવે છે. તમે તેને કોઇપણ પ્રકારના આઉટફિટની સાથે કૅરી કરી શકો છો.  ક્લચ ગોલ્ડન, મરુન, નેવી બ્લૂ, પિંક, રોઝ ગોલ્ડ, સિલ્વર, બ્લેક, પર્પલ, રાણી જેવા દરેક કલરમાં અવેલેબલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો