Fashion Tips Hairstyles For Garba And Dandiya Night
  • Home
  • Fashion & Beauty
  • દાંડિયા નાઈટમાં મેળવો પરફેક્ટ લૂક આ હેરસ્ટાઈલ કરીને, દેખાશો વધુ સુંદર

દાંડિયા નાઈટમાં મેળવો પરફેક્ટ લૂક આ હેરસ્ટાઈલ કરીને, દેખાશો વધુ સુંદર

 | 5:42 pm IST
  • Share

  • ટ્રેડિશનલ પોશાક સાથે ટ્રાય કરો આ હેરસ્ટાઈલ

  • આ પ્રકારની હેરસ્ટાઈલ બનાવશે તમારો લૂક વધુ સુંદર

  • આ હેરસ્ટાઈલ ચણિયાચોળી સાથે ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિમાં યુવતીઓ ટ્રેડિશનલ પોશાક પહેરીને ગરબા રમવા જાય છે. ત્યારે મારે પોશાક પર જ નહિ, પણ મેકઅપ અને હેરસ્ટાઈલ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી તમે સુંદર દેખાઈ શકો અને તમારો લૂક બધા કરતા અલગ આવે. તો આજે અમે તમને કેટલીક એવી હેરસ્ટાઈલ વિશે જણાવી રહ્યા છીએ, કે જે તમારા ગરબાના આઉટફિટ સાથે વધુ સારી લાગી શકે છે.

હેર એસેસરીઝ

એમ તો ગરબા રમવા જાઓ ત્યારે ખુલ્લા વાળ લઈને ગરબા રમવા એ સારો ઓપ્શન નથી, કારણ કે તમારા વાળ પરસેવાના કારણે ખરાબ થઇ જાય છે, પણ જો તમે ઓપન હેર લુક કેરી કરવાનું નક્કી કર્યું હોય તો હેર એસેસરીઝની મદદથી તમારા લુકને જોરદાર બનાવી શકો છો. તમારે કર્લરની મદદથી વાળને સહેજ વેવી લુક આપીને કપાળ પર ટીકો અથવા માથા પટ્ટીને લગાવો અને તમારા વાળને હેર સ્પ્રેથી સેટ કરો. તમે ગરબા નાઈટ રોક કરવા તૈયાર છો.

બ્રેઇડેડ બન

જો તમે વાળને બનમાં બાંધવા માંગતા હોવ પણ મેસી બન ન કરવો હોય તો તમે બ્રેઇડેડ બન હેરસ્ટાઈલ બનાવી શકો છો. આ માટે, પહેલા તમારા વાળનું સાઇડ પાર્ટિંગ કરો અને આગળના ભાગમાં એક પછી એક એમ નાની નાની ચોટલીઓ બનાવો. પછી આ બધી જ ચોટલીઓને એક સાથે ભેગી કરીને પાછળ પિન કરો. હવે બાકીના બધા વાળ સાથે બન બનાવો. જો તમે ઈચ્છો તો, બનને લાઈટ પફી લુક પણ આપી શકો છો.

બ્રેઇડેડ લૂક

ગરબા રમવા માટે તૈયાર થવાની વાત આવે ત્યારે ચોટલો બાંધીને જવું એક સારો વિકલ્પ છે. જો તમારો ચહેરો નાનો છે, તો આગળથી વાળને હલકો પફી લુક આપો, અને પછી પાછળ વાળ ભેગા કરીને ચોટલો બાંધી લો. આનાથી તમારો ચહેરો લાંબો દેખાશે. જો તમારા વાળ લાંબા હોય તો ફિશટેલ પણ બનાવી શકો. તમે આ હેરસ્ટાઈલ ચણિયાચોળી સાથે ખૂબ જ સુંદર દેખાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો