Fashion Tips know the tips to look Slim in Saree
  • Home
  • Fashion & Beauty
  • મોટી કમરને કારણે સાડી પહેરવાની આવે છે શરમ? આ રીતે પહેરો સાડી

મોટી કમરને કારણે સાડી પહેરવાની આવે છે શરમ? આ રીતે પહેરો સાડી

 | 3:59 pm IST
  • Share

  • સાડી પહેરીને ગ્લેમરસ દેખાવા માટે અપનાવો આ ટિપ્સ

  • સેક્સી દેખાવા માટે પહેરી આ રીતે સાડી 

  • સાડીમાં નહીં દેખાશે પેટની ચરબી  

મોટાભાગની છોકરીઓને ભારતીય વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમે છે. માત્ર દેશમાં જ નહીં, હવે વિદેશોમાં પણ કોઈ પ્રસંગે કે પાર્ટીઓ અને ફેશન શોમાં સાડી જોવા મળે છે. બોલિવૂડમાં પણ હિરોઇનોને ગ્લેમરસ દેખાડવી હોય તો જુદી-જુદી રીતની સાડી પહેરાવવામાં આવે છે. પણ ઘણી છોકરીઓ એવી પણ છે કે જેને સાડી પહેરવામાં શરમ આવે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તેના પર સાડી સારી નથી લાગતી અને સ્લિમ દેખાવાને બદલે તે જાડી દેખાશે. જો તમને પણ આવું લાગતું હોય તો જાણી લો કે સાડી કેવી રીતે પહેરવાથી તમે સુંદર દેખાશો –

સાડી પહેરવાના માટેની ટિપ્સ –

જો તમે ઊંચા દેખાવા માંગતા હો, તો સાડીની પ્લેટ પાતળી બનાવો અને તેને ખભા પર પિન મારીને સેટ કરો. જો તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરશો તો વધુ ગ્લેમરસ દેખાશો.

જો પેટ પર ચરબી હોય, તો તેને પલ્લુથી સંપૂર્ણપણે ઢાંકી દો અને બેકને સુંદર બનાવો. સાડીનો પલ્લુ પાછળથી ઢીલો રાખો અને ડીપ નેક બ્લાઉઝ પહેરો. તમારા પલ્લુમાં છુપાયેલ પેટની ચરબી પર કોઈનું ધ્યાન નહીં જાય.

બોલ્ડ લુક માટે ગ્લેમરસ અને ડિઝાઈનર બ્લાઉઝ પહેરો, જેમાં બેક બટન હોય. હવે સાડીનો ખુલ્લો છોડી દેશો તો લુકને ગ્લેમરસ ટચ મળશે.

સેક્સી લૂક માટે સાદી શિફોન સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરો. સાડીના પલ્લુથી આગળની બાજુએથી આખા શરીરને ઢાંકી દો અને પાછળનો ભાગ ખુલ્લો છોડી દો. આમ કરવાથી ગ્લેમરસ લૂક મળશે.

શિફન, જ્યોર્જેટ, નેટ સાડી માટે તેના મેચિંગનો શેપવેર પેટીકોટ પહેરો. જેનાથી પેટ અંદર દબાશે અને પરફેક્ટ ફિગર દેખાશે. જો કે પોતાની જાતને કોઈનાથી ઓછા ગણ્યા વગર અને બોડી શેમિંગ કર્યા વિના દરેક રીતે સુંદર દેખાઈ શકો છો. સાડી પહેરો ત્યારે કપાળ પર મેચિંગ બિંદી લગાવવાનું ન ભૂલતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો