Fashion Tips: Style Yourself Like Actresses On Ganesh Chaturthi Pooja
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ગણેશ ચતુર્થીના દિવસે પોતાની જાતને તૈયાર કરો અભિનત્રીઓની જેમ, પૂજા માટે છે આ લૂક્સ પરફેક્ટ

ગણેશ ચતુર્થીના દિવસે પોતાની જાતને તૈયાર કરો અભિનત્રીઓની જેમ, પૂજા માટે છે આ લૂક્સ પરફેક્ટ

 | 4:15 pm IST
  • Share

ગણેશ ઉત્સવ શરુ થવાને આડે બે જ દિવસો બાકી છે ત્યારે ગણેશજીના આ તહેવારની તૈયારીઓ બધાએ જ શરુ કરી દીધી હશે. ત્યારે ગણેશજીની પૂજાની પણ તૈયારીઓ લગભગ થઇ ગઈ હશે. ત્યારે આજે તમને જણાવીએ કે પૂજાના સમયે તમે અભિનત્રીઓ જેવો લૂક કેવી રીતે મેળવી શકો છો. પૂજા માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે.

જ્યારે સાડી પહેરવાની વાત આવે છે ત્યારે વિદ્યા બાલનની સાડીઓ ખૂબ જ સુંદર હોય છે. જો તમે પણ વિદ્યા બાલનની જેમ સાડી પહેરવા માંગો તો તમે પીળી રંગની સાડી પહેરી શકો છો જેમાં બોર્ડર પર રંગબેરંગી ગોટા પટ્ટી લગાવેલી હોય. સ્લીવલેસ મલ્ટીકલર બ્લાઉઝ સાથે આ સાડી પહેરવાથી ખૂબ જ સુંદર લાગે છે. તમારે તમારો લૂક મિનિમલ રાખવો હોય તો આ સાથે, નાની ઈયરરિંગ્સ પહેરી શકાય.

જો તમારે કઈંક જુદું ટ્રાય કરવું હોય તો પીળા રંગની બાંધણી સાડી સાથે ગુલાબી રંગનું બ્લાઉઝ પહેરશો તો ખૂબ જ આકર્ષક લાગશે. ગણેશ પૂજા દરમ્યાન આ લૂક અલગ જ આવશે અને એમાં પણ સાથે તમે ગોલ્ડન રંગની બંગડીઓ પહેરી શકો છો.

ડિઝાઈનર બ્લાઉઝ સાથે પીળી સાડીમાં તમે ખૂબ જ સુંદર દેખાશો અને તમે મેચિંગ બેલ્ટ પણ સાડીમાં પહેરી શકો છો. જવેલરીમાં અત્યારે સુંદર ઇમિટેશન જવેલરી મળે છે, તો જો તમે આ સાથે લીલા માણેકવાળો નેકલેસ પહેરશો તો તમારો લૂક જોરદાર આવશે.

કટ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે સુંદર પીળા રંગની ચિકનકારી સાડીમાં તમારો લૂક ખૂબ જ જોરદાર લાગશે. સાથે જ લાલ લિપસ્ટિક ગણેશ ચતુર્થી માટે સારો દેખાવ છે. સાથે જ તમે ડાયમંડના ઈયરરિંગ્સ પહેરી શકો છો. જો તમને થોડો અલગ લુક જોઈતો હોય તો તમે આવો લુક બનાવી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો