fashion tips these jeans best for glamorous and stylish look
  • Home
  • Fashion & Beauty
  • જાણો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે કયું જીન્સ છે બેસ્ટ, આ રીતે કરો સ્ટાઇલ

જાણો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે કયું જીન્સ છે બેસ્ટ, આ રીતે કરો સ્ટાઇલ

 | 11:17 am IST
  • Share

  • બજારમાં ઘણા પ્રકારના જીન્સ મળે છે

  • સ્ટાઇલિશ દેખાવા માટે પહેરવા જોઈએ જીન્સ

  • જાણો જીન્સના ટ્રેન્ડ વિશે

આજકાલ જીન્સ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. સ્ટાઇલિશ લુક માટે છોકરીઓ જીન્સ પહેરે છે. જીન્સના ઘણા પ્રકાર હોય છે, જેના દ્વારા તમે સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક અજમાવી કરી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે સ્ટાઇલિશ લુક માટે જીન્સને તમારી હાઇટ અને બોડી ટાઇપ પ્રમાણે પહેરવા જોઈએ. જો તમે પણ કન્ફ્યુઝ છો કે કયું જીન્સ પહેરવું કે ન પહેરવું, તો જાણો કયું જીન્સ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે બેસ્ટ છે.

હાઈ વેસ્ટ જીન્સ

આજકાલ હાઈ વેઈસ્ટ જીન્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે તમે હાઈ વેઈસ્ટ જીન્સ કેરી કરી શકો છો. હાઈ વેસ્ટ જીન્સ અને ક્રોપ ટોપ તમને અદભૂત લુક આપશે. જો તમે પેટની ચરબીથી પરેશાન છો, તો હાઈ વેસ્ટ જીન્સ તમારા લૂકને બગાડી શકે છે.

સ્કિની ફિટ જીન્સ

સ્કિની ફિટ જીન્સનો ટ્રેન્ડ ક્યારેય જતો નથી. સ્કિની ફિટ જીન્સ આખી દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે સ્કિની ફિટ જીન્સ સરળતાથી કેરી કરી શકો છો. તમે સ્કિની ફિટ જીન્સ સાથે સ્ટાઈલિશ ટોપ પહેરીને પાર્ટીમાં પણ જઈ શકો છો. જાડા પગ હોય એવા લોકો માટે સ્કિની ફિટ જીન્સ શ્રેષ્ઠ છે.

ફ્લેર્ડ જીન્સ

છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્લેર્ડ જીન્સનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોલિવૂડ એક્ટ્રેસથી લઈને બોલિવૂડ એક્ટ્રેસ ફ્લેર્ડ જીન્સ પહેરે છે. સ્ટાઇલિશ લુક માટે, પ્લેન લૂઝ ટી-શર્ટ સાથે ફ્લેર્ડ જીન્સની પહેરી શકો. જે મહિલાઓના પગ ખૂબ જ પાતળા હોય છે, તેમના માટે આ જીન્સ બેસ્ટ છે.

રિપ્ડ જીન્સ

ફાટેલા જીન્સ લાંબા સમયથી ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ અને અદભૂત દેખાવ માટે તમે રિપ્ડ જીન્સ પહેરી શકો છો. બ્લુ રિપ્ડ જીન્સ સિમ્પલ સફેદ ટી-શર્ટ સાથે આકર્ષક લાગે છે. બોલિવૂડ અભિનેત્રીઓ અને ટીવી અભિનેત્રીઓ પણ સ્ટાઇલિશ લુક માટે રિપ્ડ જીન્સ પહેરે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો