Fashion Tips To Give A New Look To Old Clothes
  • Home
  • Fashion & Beauty
  • જૂનાં કપડાંને આ રીતે આપો નવો દેખાવ, લોકો પણ ફોલો કરવા લાગશે તમારી સ્ટાઈલને

જૂનાં કપડાંને આ રીતે આપો નવો દેખાવ, લોકો પણ ફોલો કરવા લાગશે તમારી સ્ટાઈલને

 | 3:02 pm IST
  • Share

મહિલાઓ બધાથી અલગ દેખાવા માટે ખાસ અને નવા ટ્રેન્ડી ડ્રેસ પહેરતી હોય છે. મહિલાઓ માટે વિવિધ પ્રકારના પોશાક બજારમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે અને મહિલાઓ પોતાના માટે ઘણાં કપડાં પણ ખરીદે છે. છતાં મહિલાઓ એમ કહેતી હોય છે કે મારી પાસે પહેરવા માટે કંઈ નવું નથી. પરંતુ હકીકત તો એ હોય છે કે કબાટ આખો કપડાંથી ભરેલો હોય છે. ઘરમાં હાજર કપડાંથી એટલી કંટાળી જાય છે એક તે પહેરવાનું મન નથી થતું. પરંતુ નવો ડ્રેસ ખરીદ્યા વિના, કબાટમાં જ રહેલા કપડાંને ટ્રેન્ડી અને નવો લૂક આપી શકાય છે. આ કપડાંને કોઈ પણ પાર્ટી કે બીજા સ્થળે પહેરી પણ શકાય છે. તો ચાલો કે કઈ ટિપ્સ ફોલો કરીને તમે કબાટમાં જ હાજર કપડાંને ટ્રેન્ડી બનાવી શકાય છે.

શર્ટને નવો લુક આપો

આપણે ઘણા શર્ટ ડ્રેસ જોયા હશે, તો તમે તમારા શર્ટમાંથી શર્ટ ડ્રેસ બનાવી શકો છો. શર્ટમાં વચ્ચે બેલ્ટ બાંધીને તમે સ્ટ્રક્ચર્ડ લુક મેળવી શકો છો. શર્ટને સ્લાઇસ ડ્રેસ અથવા બોડીકોન ડ્રેસ ઉપર પણ પહેરી શકાય, શર્ટને પહેરીને તેની ગાંઠ બાંધીને કેનવાસ શૂઝ તમને ટ્રેન્ડી લૂક આપશે. આ પ્રકારના ડ્રેસમાં છોકરીઓ ખૂબ જ ક્યૂટ અને સુંદર દેખાય છે.

જૂના જીન્સને આપો નવો લુક

તમે કોઈ જીન્સ પહેરીને કંટાળી ગયા છો, તો તમે તેને નવો લુક આપી શકો છો. બજારમાંથી સુંદર પેચવર્કના પીસ લઈને તેને જીન્સ પર લગાવો. આમ કરીને તમારા જીન્સ પર એપ્લીક વર્ક કરી શકો છો, આ એક નવો લૂક આપશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ જૂનું જીન્સ છે.

શર્ટને પહેરો ચણીયા સાથે

જયારે તમે કોઈ શર્ટ પહેરીને કંટાળી ગયા હોવ તો તેને પહેરવાનું બંધ ન કરશો કે તેને ફેંકી દેશો નહીં. તમારા જુના સફેદ અથવા કાળા શર્ટને તમે ચણિયાચોળીના ચણીયા સાથે પહેરી શકો છો. આ તમે કોઈ પ્રસંગમાં કે પાર્ટીમાં પહેરી શકો છો. આ તમને ટ્રેડિશનલ અને વેસ્ટર્નનું ફ્યુઝન લૂક આપશે.

જીન્સમાંથી બનાવો ડેનિમ શોર્ટ્સ

ઘણીવાર એવું બને છે કે જીન્સ ટૂંકું પડવા લાગે તો તેને પહેરવાનું બંધ કરી દઈએ છીએ, એના બદલે આ જુના જીન્સને કાપીને તેને શોર્ટ્સ બનાવીને પહેરી શકાય છે. જીન્સને કાપીને નીચેથી થોડા રેસા કાઢી લેવા જેથી આ તમારા શોર્ટને નવો લૂક આપશે. તમે આમાં કટ પણ લગાવી શકો છો અને રિપ્ડ શોર્ટ્સ બનાવી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો