Fashion Week hosted by an Indian couple in Los Angeles
  • Home
  • Featured
  • લૉસ ઍન્જલસ ખાતે ગુજરાતી દંપતી દ્વારા ફેશન વીકનું આયોજન

લૉસ ઍન્જલસ ખાતે ગુજરાતી દંપતી દ્વારા ફેશન વીકનું આયોજન

 | 5:34 pm IST
  • Share

  • લૉસ ઍન્જલસના સેરીટોઝમાં ફેશન વીકનું આયોજન
  • ગુજરાતી દંપતી સ્મિતા અને કિશોર વસંતની સંસ્થાએ કર્યું આયોજન
  • ફેશન ડીઝાઇનર્સ દ્વારા વિવિધ ફેશનના વસ્ત્રો રજૂ થયા

અમેરિકામાં વસેલા ગુજરાતી દંપતી સ્મિતા અને કિશોર વસંત દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેશન ડીઝાઇનર્સ દ્વારા વિવિધ ફેશનના વસ્ત્રો રજૂ થયા હતા. આ સાથે યોજાયેલા પ્રદર્શનની 2૦૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ ફેશનવીકમાં જ્વેલરી, રેડીમેઇડ ગારમેન્ટ્સના સ્ટોલ દ્વારા પ્રદર્શન યોજાયું હતું. ફેશન વીકના છેલ્લા દિવસે ફેશન શોનું આયોજન થયું હતું. જેમાં 38 જેટલાં ડીઝાઇનર્સ દ્વારા તૈયાર થયેલા ડ્રેસનું 3૦થી વધુ મોડેલો દ્વારા પ્રદર્શન થયું હતું.

ફેશન શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી

ફેશન વીકના સફળ આયોજનમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહનો સહયોગ રહ્યો હતો.

ફેશન વીકમાં સેરીટોઝના કાઉન્સિલ મેન ફ્રેન્ક, આર્સેટિયાના કાઉન્સિલ મેન અલી તાજ, આર્સેટિયાના કાઉન્સિલ વુમન મોનિકા, આર્ટેસિયા ચેમ્બર્સના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. દેશ-વિદેશમાં જાણીતા ફેશન મેકઅપ આર્ટિસ્ટ હેવિયરે વિશેષ હાજરી આપી હતી. સૌથી નોંધનીય બાબત તો રહી હતી કે, ફેશન શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી.

ફેશન વીક છેલ્લા 10 વર્ષથી યોજાય છે

યોગી પટેલે જણાવ્યું હતું કે, વસંત દંપતીના સેફ્રોન સ્પોટ અને ઍલ.ઍ. ફેશન દ્વારા દર વર્ષે ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. જે ફેશન ડીઝાઇનર્સ અને ફેશન ચાહકો માટે એક નવીનતમ અનુભવ રહે છે. આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ વસંત દંપતીને શુભેચ્છા. આ ફેશન વીક છેલ્લા 10 વર્ષથી યોજાઇ રહ્યુ છે. ઍલ. ઍ. ફેશન વીક નવા ફેશન ડીઝાઇનર્સને નવીનતમ તક પૂરી પાડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો