fatima sana shaikh and aamir khan marriage pics goes viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • આમિર ખાને ફાતિમા સના શેખ સાથે કર્યા ત્રીજા લગ્ન? જૂઓ ફોટા

આમિર ખાને ફાતિમા સના શેખ સાથે કર્યા ત્રીજા લગ્ન? જૂઓ ફોટા

 | 7:59 pm IST
  • Share

  • આમિર ખાન અને ફાતિમા શેખના ફોટા થયા વાયરલ 

  • આમિર અને ફાતિમાના લગ્નના ફોટા વાયરલ

  • આમિર અને ફાતિમાના વાયરલ ફોટાનું સત્ય આવ્યું સામે 

 

કિરણ રાવ સાથે છૂટાછેડા બાદ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યું છે આમિર ખાન ફાતિમા સના શેખ સાથે ત્રીજા લગ્ન કરી રહ્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આમિર ખાન પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાની રિલીઝ પછી પોતાના લગ્નની જાહેરાત કરશે. જો કે આ વચ્ચે ફેસબુક પોસ્ટમાં આમિર અને ફાતિમાના લગ્નના અનેક ફોટા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર અને ફાતિમા નિકાહ કરી ચુક્યા છે. ત્યાં જ કિરણ રાવ અને આમિર ખાનના ડિવોર્સ બાદ ફાતિમા ખુબ ટ્રોલ થઇ રહી છે

આમિર અને ફાતિમાએ કર્યા લગ્ન? 

ફેસબુક પર વાયરલ થયેલી આ પોસ્ટમાં આમિર અને ફાતિમાના ફોટો સાથે લખવામાં આવ્યું છે કે ફાતિમા શેખ એ જ અભિનેત્રી છે જેણે ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીનો રોલ કર્યો હતો. ફાતિમાએ આ ફિલ્મમાં ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. આજે આમિર ખાનની ત્રીજી બેગમ બની ચુકી છે. ખેર, આ તેમની અંગત બાબત છે, પરંતુ સત્યમેવ જયતેનો પ્રચાર કરનાર એ જ આમિર ખાન છે, શું તે બહુપત્નીત્વ પર પણ બોલશે?

શું છે વાયરલ ફોટોનું સત્ય?

જો કે આ દાવામાં કેટલી હકિકત છે તે આમિર ખાનથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું. વાયરલ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. મૂળ ફોટામાં આમિર ખાન કિરણ રાવ સાથે ઊભો છે. સ્વાભાવિક છે કે, કોઈએ એડિટ કરી ફાતિમાનો ચહેરો બદલ્યો છે. અને આ ફોટા આકાશ અંબાણીની સગાઈની છે. તે સમયે આમિર ખાને કિરણ રાવથી છૂટાછેડા લીધા ન હતા અને બંને એકસાથે સગાઈમાં પહોંચી ગયા હતા.

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવતા વર્ષે રિલીઝ થશે

આમિર અને ફાતિમાએ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ આમિરના નજીકના મિત્રોનું કહેવું છે કે આ તમામ અહેવાલો ખોટા છે. અને જ્યારે સમય આવશે ત્યારે આમિર પણ આ બધાનો જવાબ આપશે. હાલમાં તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ બૈસાખીના અવસર પર રિલીઝ થશે.

આ જ વર્ષે છૂટાછેડાની જાહેરાત કરી હતી

આમિર અને કિરણે અલગ થવાની જાહેરાત કરતા કહ્યું હતું કે અમારા 15 વર્ષના સુંદર સફરમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ, અને ખુશી મહેસુસ કરી છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્યારથી આગળ વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરુ કરવા માંગીએ છીએ. હવે પતિ-પત્ની તરીકે નહીં પરંતુ એકબીજાના માતા-પિતા અને પરિવાર સાથે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો