FBI raids BAPS Swaminarayan temple site in New Jersey, USA
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકાના ન્યુઝર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની સાઈટ પર FBIના દરોડા, કરોડો ભક્તોમાં ચર્ચાએ જોર પકડ્યું

અમેરિકાના ન્યુઝર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની સાઈટ પર FBIના દરોડા, કરોડો ભક્તોમાં ચર્ચાએ જોર પકડ્યું

 | 5:12 pm IST
  • Share

ગુજરાત અને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કરોડો ફોલોવર્સ ધરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પર અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનની (FBI)એ દરોડા પાડ્યા છે.

અમેરિકાના ન્યુ જર્સીમાં હિન્દુ મંદિર બનાવવા માટે લઈ જવામાં આવેલા ભારતીય મજૂરોએ ત્યાં મજૂર કાયદાઓ અને વેતનના કાપના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યુ યોર્ક ટાઇમ્સમાં આ સમાચાર પ્રકાશિત થતા હડકંપ મચી ગયો છે. આ મંદિર BAPS સંસ્થા દ્વારા બનાવામાં આવી રહ્યું છે. આ મંદિર નિર્માણ માટે સંસ્થા દ્વારા ભારતના મજૂરોને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ મજૂરોના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા છે. આ  મજૂરો પાસે દિવસમાં 13-13 કલાક ગેરકાયદેસર રીતે કામ કરવવામાં આવી રહ્યું છે.

ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર, સેંકડો કામદારો વતી મંગળવારે દાખલ કરાયેલા મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે તેમને કામના કલાકો ઉપરાંત વધારાનું કામ કરવા માટે ઓછા પગારમાં કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, જે અમેરિકાના લેબર અને પ્રવાસી નીતિઓ વિરુદ્ધ છે.

કામદારો વતી પાંચ મજૂરોએ કામ પર રાખનાર ‘બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે (BAPS) અને તેમને ભારતમાં નિયુક્ત કરીને અમેરિકા લાવનારા સંસ્થાની સામે નેવાર્કની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં 87 કલાકથી વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. કામને બદલે, તેમને દર મહિને સાડા ચારસો ડોલર ચૂકવવામાં આવે છે, એટલે કે કલાક દીઠ 1.20 ડોલર.

તમને જણાવી દઈએ કે, ન્યુ જર્સીમાં એક કલાક કામ કરવા માટે લઘુત્તમ વેતન 12 ડોલર નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં એક નિયમ છે કે જો તમે કોઈને અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કરાવો છો તો તમારે દર કલાકે વધારાના પૈસા આપવા પડે છે. દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, કામદારોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમની વેતન કાપવાની ધમકી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આ વિશે કોઈને કહેશે તો તેઓની ધરપકડ કરવામાં આવશે અને ભારત પાછા મોકલી દેવામાં આવશે.

એ પણ વાત સામે આવી છે કે, મજૂરોને કાંટાળા તારોની અંદર લોખંડના કન્ટેનરોમાં ગરમીમાં જાનવરોની જેમ રાખવામાં આવે છે. તેમને ખાવા માટે ખૂબ જ ખરાબ દાળ અને બટાટા આપવામાં આવતા હતા. આ પહેલા પણ આ સંસ્થા દ્વારા બનાવવામાં આવતા કેટલાક મંદિરોના નિર્માણ કાર્યવે અમેરિકી સરકારે રજિસ્ટરમાં મજૂરી ન ચઢાવવાને કારણે કામ બંધ કરાવી દીધુ હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં નજીકમાં વર્ષોમાં મજૂરો પાસે આ રીતે કામ કરવાનો મોટો મામલો છે.

મંગળવારે યુ.એસ.ની તપાસ એજન્સી એફબીઆઈના એજન્ટોએ રોબિન્સવિલેમાં બનાવવામાં આવતા આર્નેટ મંદિરની મુલાકાત લીધી હતી. તે ટ્રેન્ટનની પૂર્વમાં સ્થિત છે. એફબીઆઇના પ્રવક્તા ડોરેન હોલ્ડરે કહ્યું કે, અમે કોર્ટના આદેશ બાદ ત્યાં કોઈપણ પ્રકારની જબરદસ્તીની તપાસ માટે ગયા હતા. બીજી તરફ, બીએપીએસના પ્રવક્તા કહ્યું કે, અમને આ આરોપો વિશે આજે સવારે જ ખબર પડી છે. અમે આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને તેના પર વિચારણા કરી રહ્યા છીએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન