Feel free to complain about offensive posts on Facebook
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમને ફેસબુક પર કોઈ પોસ્ટ પર છે આપત્તિ? તો વિના સંકોચે કરો ફરિયાદ, થશે કાર્યવાહી

શું તમને ફેસબુક પર કોઈ પોસ્ટ પર છે આપત્તિ? તો વિના સંકોચે કરો ફરિયાદ, થશે કાર્યવાહી

 | 5:24 pm IST
  • Share

જ્યારે ફેસબુક(Facebook) શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફક્ત લોકોને કનેક્ટ કરવા માટે કામ કરતુ હતુ. પરંતુ આ દિવસોમાં ફેસબુક ફક્ત ફેક ન્યૂઝ(Fake News) અને ભડકાઉ પોસ્ટ્સ માટે વધુ લોકપ્રિય છે. જો તમે પણ આવી વાંધાજનક પોસ્ટ્સથી થોડા સમય માટે પરેશાન છો, તો ચિંતા છોડી દો. હવે તમે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ્સ વિશે નિ:સંકોચ ફરિયાદ કરી શકશો. સૌથી સારી વાત એ છે કે હવે તમારી ફરિયાદ ફેસબુક નહીં પણ સ્વતંત્ર બોર્ડ દ્વારા સાંભળવામાં આવશે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કરી શકો છો ફરિયાદ

સ્વતંત્ર મોનિટરિંગ બોર્ડે મંગળવારે જાહેરાત કરી કે તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓની ફરિયાદો સ્વીકારવાનું શરૂ કરશે, જે માને છે કે કંપનીએ તેના પ્લેટફોર્મ પર હાનિકારક સામગ્રી પ્રદાન કરવાની મંજૂરી આપી છે. બોર્ડ પોસ્ટ સામગ્રી, સ્ટેટસ અપડેટ્સ, ફોટો, વિડિયોઝ, કમેન્ટ્સ અને શેર કરેલી સામગ્રીની સમીક્ષા કરશે.

ફેસબુકને બોર્ડના સ્વતંત્ર નિર્ણયને સ્વીકાર કરવો જ પડશે. આ 20 સભ્યોના મોનિટરિંગ બોર્ડની રચના ગત વર્ષે કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં મોનિટરિંગ બોર્ડે ફેસબુક માટે કંટેંટ મોડરેશનમાં સુધારા કરવા 6 કેસોના આધારે 17 ભલામણો કરી હતી.

મોનિટરિંગ બોર્ડ એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર થોમસ હ્યુજેસે કહ્યું, વપરાશકર્તાઓને ફેસબુકથી હાનિકારક સામગ્રીને દૂર કરવાની અપીલ કરવા માટે સક્ષમ કરવું એ ઓવરસાઇટ બોર્ડની ક્ષમતાઓનું મહત્વપૂર્ણ વિસ્તાર છે. આવનારા સમયમાં મોનિટરિંગ બોર્ડ Reference ID જારી કરશે. ID પ્રાપ્ત વપરાશકર્તાઓ ઓપચારિક રીતે સ્વતંત્ર સમીક્ષા માટે અપીલ કરી શકે છે.

હ્યુજેઝે એક નિવેદનમાં કહ્યું, બોર્ડની રચના તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી કે ખુબ જ મહત્વપૂર્ણ કંટેંટ પર સારા નિર્ણયો એક સ્વતંત્ર અને પારદર્શક પ્રક્રિયા દ્વારા લેવામાં આવે. આ બોર્ડ માનવાધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે કાર્ય કરે છે. ઓક્ટોબર 2020 પછીથી વપરાશકર્તાઓ કંટેંટ વિશે મોનીટરીંગ બોર્ડને અપીલ કરવા સક્ષમ કરવામાં આવ્યા છે. બોર્ડને અત્યાર સુધીમાં 300,000થી વધારે યૂઝર્સની અપીલ અને હજારો સાર્વજનિક કમેન્ટ પ્રાપ્ત થઈ છે.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન