- Home
- Videos
- Featured Videos
- ઝેરી કોબ્રા અને Meerkats ગેંગ વચ્ચે થઈ ધબકારા વધારે એવી Fight, જુઓ આ વાયરલ વીડિયો

ઝેરી કોબ્રા અને Meerkats ગેંગ વચ્ચે થઈ ધબકારા વધારે એવી Fight, જુઓ આ વાયરલ વીડિયો
કોરોના માહામારીમાં લોકો ઘરે વધારે રહેતા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ અને અદ્ભુત વીડિયો શેર કરતા હોય છે. ત્યારે એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કોબ્રા અને મીરકેટ્સ ગેંગ(meerkats) વચ્ચે જબરદસ્ત ફાઇટ જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે મીરકેટ્સ દક્ષિણ આફ્રિકામાં જોવા મળતું નાના નોળિયા જેવું પ્રાણી હોય છે. આ વાયરલ વીડિયોમાં મીરકેટ્સની ગેંગ ખતરનાક કોબ્રા પર હુમલો કરે છે પરંતુ કોબ્રા પણ મીરકેટ્સ પર જવાબી હુમલો કરે છે. કોબ્રા અને મીરકેટ્સની ગેંગની લડાઈના આ વીડિયોને 7,000થી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો કોઈ રણ વિસ્તારોમાં શૂટ કરવામાં આવ્યો છે. થોડા સમયની લડાઈ બાદ કોબ્રા ત્યાંથી ચાલ્યો જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન