Files weighing 100 kg were smuggled from Savarkundla Narcotics Branch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લો બોલો! નશાબંધી શાખામાથી 100 કિલો જેટલા વજનની ફાઈલો તસ્કરો ઉપાડી ગયા

લો બોલો! નશાબંધી શાખામાથી 100 કિલો જેટલા વજનની ફાઈલો તસ્કરો ઉપાડી ગયા

 | 3:58 pm IST
  • Share

સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આવેલી નશાબંધી અને આબકારી કચેરીમાંથી શનિ રવિની રજાઓ દરમિયાન ૧૯૭૧થી ર૦૧૪ સુધીના કિંમતી રેકર્ડની ચોરી થઈ જતા ભારે ચકચાર મચી છે. 100 કિલો થાય તેટલા જૂના દસ્તાવેજો તસ્કરો ઉપાડી ગયા હતા.

આ અંગે સાવરકુંડલા નશાબંધી અને આબકારી વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ધર્મિષ્ઠોબન સરવૈયાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.16/4ના સાંજના સમયે તેઓ કચેરી બંધ કરીને નીકળ્યા હતા અને તે પછી શનિ-રવિની રજાઓ હતી. દરમિયાન તા.19 સુધીના સવારના 10 વાગ્યા સુધીના કોઈપણ સમયે ઓફિસના મેઈન દરવાજાનું તાળું તોડીને તસ્કરો કબાટની અંદર રાખેલું તમામ રેકર્ડ ઊઠાવી ગયા હતા. 1971થી 2014 સુધીના આ રેકર્ડમાં જૂનવાણી રજિસ્ટરો તથા ફાઈલ હતી. જેમાં ક રેકર્ડની 6 ફાઈલો, ખ રેકર્ડની 93 ફાઈલો, ખ-1ની 5 ફાઈલો, ગ રેકર્ડની 61 ફાઈલો, ઘ રેકર્ડની 42 ફાઈલો ઉપરાંત ઓફિસની 38 ફાઈલો જેમાં પોષ ડોડવાના લાયસન્સના દસ્તાવેજો, જે તે સમયના સબ ઈન્સ્પેક્ટરોની ડાયરી પણ તસ્કરો ઊઠાવી ગયા છે.

આ મુદ્દે તપાસનિશ સાવરકુંડલાની પોલીસ ઈન્સ્પેક્ટર કે. સી. રાઠવાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે આ કચેરીમાં સીસીટીવી કેમેરા કે સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા નથી. જે ફાઈલો ગઈ છે તે નાશ કરવાની હતી. જો કે ક્યા ચોક્કસ ઈરાદાથી રેકર્ડ ચોરવામાં આવ્યું અને કોણે ચોર્યું તે ખૂલ્યું નથી.

આ વીડિયો પણ જુઓ : ઓક્સિજન સંકટ પર કેન્દ્ર સરકારને ફટકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન