Find out how many people have been infected with Corona in the IPL so far
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટર પર કોરોનાનો કહેર, બની શકે છે સંક્રમિતોની પ્લેઈંગ ઈલેવન, જૂઓ લીસ્ટ

ક્રિકેટર પર કોરોનાનો કહેર, બની શકે છે સંક્રમિતોની પ્લેઈંગ ઈલેવન, જૂઓ લીસ્ટ

 | 3:40 pm IST
  • Share

આખરે આઇપીએલ 2021(IPL 2021) કોરોના કારણે મુલતવી રાખવામાં આવી છે. બીસીસીઆઈ(BCCI) અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લીગની અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ હતી અને ફાઇનલ સહિત 31 મેચ બાકી હતી. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું છે કે ટૂર્નામેન્ટ હાલ મુલતવી રાખવામાં આવી છે. અમે જોશું કે તે આગાની સમયમાં પૂર્ણ થઈ શકે છે કે નહીં. આ નિવેદનની અર્થઘટન કરી શકાય છે કે આઈપીએલની બાકીની મેચો પછીથી થઈ શકે છે. જો કે, આ માટેની કોઈ તારીખ અથવા સમયપત્રક હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

છેલ્લા કેટલાક દિવસોથી, આઇપીએલ રદ કરવાની માંગ સતત વધી રહી હતી. ભારતમાં કોરોનાની સ્થિતિ જોતાં, ઘણા દિગ્ગજ લોકો પણ આ સમયે લીગ યોજવાના પક્ષમાં ન હતા. ગયા અઠવાડિયે, ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કેન રિચાર્ડસન (આરસીબી), એડમ જમ્પા (આરસીબી) અને એન્ડ્રુ ટાઇ (આરઆર) સ્વદેશ પરત ફર્યા હતા. આ પહેલા લીયામ લિવિંગસ્ટોન બાયો-બબલનું બહાનું આપી ટૂર્નામેન્ટમાંથી પાછો ચાલ્યો ગયો હતો. આ ઉપરાંત ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (ડીસી) અને અમ્પાયર નીતિન મેનન પણ ઘરના સભ્યોમાં સંક્રમિત થથા તેમના ઘરે પરત ફર્યા હતા.

ચાર ખેલાડીઓ બે દિવસમાં સંક્રમિત

છેલ્લા બે દિવસમાં જ કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આને કારણે સોમવારે કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ પણ રદ કરવી પડી હતી. આવી સ્થિતિમાં આઈપીએલ મુલતવી રાખવામાં આવી હતી. આના પર બીસીસીઆઈ અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે સત્તાવાર મહોર મારી દીધી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

ખેલાડી- ટીમ

  • વરુણ ચક્રવર્તી- કોલકાતા નાઈટ રાઇડર્સ
  • સંદીપ વોરિયર- કોલકાતા નાઈટ રાઇડર્સ
  • નીતીશ રાણા- કોલકાતા નાઈટ રાઇડર્સ
  • દેવદત્ત પડિક્કલ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • અક્ષર પટેલ- દિલ્હી કેપિટલ્સ
  • એનરિચનોર્ખિયા- દિલ્હી કેપિટલ્સ
  • ડેનિયલ સેમ્સ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • અમિત મિશ્રા- દિલ્હી કેપિટલ્સ
  • રિદ્ધિમાન સાહા- સનરાઇઝર્સ હૈદરાબાદ
  • લક્ષ્મીપતિ બાલાજી(કોચ)- ચેન્નાઈ સુપર કિંગ્સ
  • કિરણ મોરે (કોચ)- મુંબઇ ઇન્ડિયન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન