Find out when the severe cold wave will start in Gujarat
  • Home
  • Ahmedabad
  • સૂર્યગ્રહણ-માવઠું પૂરું : જાણો ક્યારથી કડકડતી ઠંડીનો દોર શરૂ થશે

સૂર્યગ્રહણ-માવઠું પૂરું : જાણો ક્યારથી કડકડતી ઠંડીનો દોર શરૂ થશે

 | 8:31 am IST
  • Share

  • ભેજના ઊંચાં પ્રમાણથી દક્ષિણ ગુજરાત સહિતનાં સ્થળોએ ધુમ્મસ

  • અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે ઠંડી યથાવત્

  • 9મીથી ઠંડી વધવાની આગાહી

 

સૂર્યગ્રહણ અને માવઠું હવે પુરાં થયા છે. આકાશ સ્વચ્છ બનતા હવે ઠંડીનો દોર શરૂ થશે. હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. મતલબ સમગ્ર રાજ્યમાં ઠંડીનો દોર યથાવત રહેશે. અમદાવાદમાં સામાન્ય ઘટાડા સાથે આજે 18.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

પરંતુ 9મીથી ઠંડીમાં વધારો શરૂ થશે. 11.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન ખાતાએ આજના બુલેટિનમાં જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે.

લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તા.6ના રોજ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. હજુ ભેજનું પ્રમાણ સવારે 8-30 વાગ્યે 78 ટકા અને સાંજે 5-30 વાગ્યે 59 ટકા નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત સહિત ક્યાંક ક્યાંક ધુમ્મસ પણ જોવા મળ્યું હતું.

અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી અને મહત્તમ 30.3 ડિગ્રી નોંધાયું હતું. ચારેક દિવસ સુધી ઠંડી સહન કર્યા બાદ આજે સૂર્યપ્રકાશ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદમાં તા.6ના રોજ 18, તા.7 અને 8ના રોજ 17 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે તા.9 થી તા.11 સુધી 16 ડિગ્રી ઠંડી રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો