FIR against 2500 Samajwadi Party leaders in Uttar Pradesh
  • Home
  • India
  • UPમાં સમાજવાદી પાર્ટીના 2500 નેતાઓ સામે FIR નોંધાતા ખળભળાટ

UPમાં સમાજવાદી પાર્ટીના 2500 નેતાઓ સામે FIR નોંધાતા ખળભળાટ

 | 10:07 pm IST
  • Share

  • વર્ચ્યુઅલ રેલીના નામે એસપીએ ભીડ ભેગી કરી

  • આજે બીજેપીના 8 ધારાસભ્યો સપામાં જોડાયા

  • ચૂંટણી પંચ દ્વારા રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચૂંટણી પંચ દ્વારા રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. પરંતુ આજે લખનૌ ખાથે સમાજવાદી પાર્ટી ઓફિસની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એસપીએ તેને વર્ચ્યુઅલ રેલીનું નામ આપ્યું, પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાતા જોવા મળ્યા અને કોઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહીં. હવે સમાજવાદી પાર્ટી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કુલ 2500 કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એવું જણાવવામાં આવ્યું છે કે સીઆરપીસીની કલમ 144 હેઠળ એસપી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર ડીકે ઠાકુરે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અઢી હજાર નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 269 270 144 એપિડેમિક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પહેલા વીડિયોગ્રાફી કરવામાં આવી, ત્યારબાદ તેમની ઓળખ કરવામાં આવી અને પછી કેસ નોંધવામાં આવ્યો.

અત્યાર સુધી આ વિવાદ પર સમાજવાદી પાર્ટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ભારપૂર્વક કહ્યું છે કે SPએ કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી પંચના નિયમોની મજાક ઉડાવી છે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ઘોળીને પી ગયા છે.

આ સમગ્ર મામલે લખનૌ જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે પણ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ માટે એસપી દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી નથી. આ કાર્યક્રમની માહિતી મળતાં જ પોલીસને એસપી કચેરી ખાતે મોકલી આપવામાં આવી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજે SPએ લખનૌમાં સ્વામી પ્રસાદ મૌર્યને લઈને એક મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સ્વામી ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. આવી સ્થિતિમાં મોટો રાજકીય સંદેશ આપવા માટે ભારે ભીડ ભેગી કરવામાં આવી અને ભાજપ પર પણ મોટો પ્રહાર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો