Five Cities Of India In The List Of Happiest Cities In The World
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઘર ખરીદવા માટે આ છે ભારતનું સૌથી સુખી શહેર, મુંબઈ સૌથી ખરાબ

ઘર ખરીદવા માટે આ છે ભારતનું સૌથી સુખી શહેર, મુંબઈ સૌથી ખરાબ

 | 2:54 pm IST
  • Share

  • ઓનલાઈન મોર્ગેજ એડવાઈઝરે કર્યો અભ્યાસ

  • વિશ્વના 20 સૌથી સુખી શહેર

  • યાદીમાં ભારતના શહેરો પણ સામેલ

UKની ઓનલાઈન મોર્ગેજ એડવાઈઝરના એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે વિશ્વના 20 સૌથી વધુ સુખી શહેરોમાંથી પાંચ શહેરો ભારતના છે. જેમાં સૌથી પહેલા નંબર પર ચંદીગઢ છે. આ અભ્યાસ ઘર ખરીદવાના સંદર્ભમાં સમગ્ર વિશ્વમાં સૌથી સુખી શહેરો પર કરવામાં આવ્યો છે. ઘર ખરીદવા માટે મુંબઈને વિશ્વનું સૌથી ઓછું સુખી શહેર ગણવામાં આવ્યું છે.

ભારતના પાંચ શહેરો આ યાદીમાં સામેલ 

ઘર ખરીદવા માટે થયેલા આ અભ્યાસમાં અનુસાર, સ્પેનનું બાર્સેલોના ઘર ખરીદવા માટે વિશ્વનું સૌથી સુખી શહેર છે. જયારે ઇટલીનું ફ્લોરેન્સ બીજા નંબરે અને દક્ષિણ કોરિયાનું ઉલ્સાન શહેર ત્રીજા નંબરે છે. સુખી શહેરોની આ યાદી હજારો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને જગ્યાના હિસાબથી લોકોના ચહેરા પરની ખુશીનું વિશ્લેષણ કર્યા પછી બનાવવામાં આવી છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે બાર્સેલોનામાં ઘર ખરીદનારાઓનો સરેરાશ હેપ્પીનેસ સ્કોર 100માંથી 95.4 છે, જે ઘર ખરીદનારાઓના વૈશ્વિક હેપ્પીનેસ સ્કોર કરતાં 15.6% વધારે છે. આ વૈશ્વિક યાદીમાં પાંચમા નંબરે ચંદીગઢ છે, જે ઘર ખરીદવા માટે ભારતનું સૌથી સુખી શહેર હોવાનું જાણવા મળ્યું છે. બાકીના 20 શહેરોમાં ભારતનું જયપુર દસમા સ્થાને, ચેન્નઈ 13મા સ્થાને, ઇન્દૌર 17મા સ્થાને અને લખનઉ 20મા સ્થાને છે.   

અભ્યાસ મુજબ, મુંબઈ ઘર ખરીદવા માટે વિશ્વનું સૌથી ઓછું સુખી શહેર છે. મુંબઈનો સરેરાશ હેપ્પીનેસ સ્કોર 100માંથી 68.4 હતો. આ ઘર ખરીદનારાઓના વૈશ્વિક હેપ્પીનેસ સ્કોર કરતાં 17.1% ઓછો હતો. અમેરિકાનું એટલાન્ટા અને ઓસ્ટ્રેલિયાનું સિડની ઘર ખરીદવા માટે વિશ્વના સૌથી ઓછા સુખી શહેરોની યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે છે. મુંબઈ ઉપરાંત ભારતનું સુરત શહેર પણ વિશ્વના સૌથી ઓછા સુખી શહેરની યાદીમાં પાંચમા સ્થાને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો