સુંદર દેખાવાની ઈચ્છા ઉંમરના દરેક તબક્કે રહેલી છે. આ જ કારણ છે કે દાદીના સમયથી પ્રચલિત ઘરગથ્થુ ઉપચારો હજુ પણ મોટાભાગના લોકોની ત્વચા સંભાળની દિનચર્યાનો એક ભાગ છે. જે નેચરલ હોવા ઉપરાંત એપ્લાય કરવુ પણ ખૂબ જ સરળ છે. જો તમે પણ તમારી ત્વચાને હંમેશા ચમકદાર અને સ્વસ્થ રાખવા માગો છો તો આવો જાણીએ આ વર્ષે કયા બ્યુટી હેક્સ લોકોની પહેલી પસંદ રહ્યા.


પિમ્પલ્સ

અનિચ્છનીય પિમ્પલ્સ એટલે કે ખીલથી છુટકારો મેળવવા માટે પહેલા ગ્રીન ટી બનાવો અને તેને ઠંડી કરવા મૂકી દો. ત્યારબાદ રાત્રે સૂતા પહેલા કોટન બોલની મદદથી તમારી ત્વચા પર ગ્રીન ટી લગાવો. જો તમે આ બ્યુટી ટિપને થોડા દિવસો સુધી ફોલો કરશો તો તમને જલ્દી પરિણામ દેખાવા લાગશે.

ગ્લોઇંગ સ્કિન

જો તમે તમારા ચહેરા પર ગુલાબી ચમક જાળવી રાખવા માંગો છો, તો બીટરૂટમાંથી બનાવેલ ફેસ પેકનો ઉપયોગ કરો. આ બનાવવા માટે 1 ચમચી બીટરૂટનો રસ, 1 ચમચી દહીં અને 1 ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પછી આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર 20 મિનિટ સુધી લગાવો અને તેને નવશેકા પાણીથી ધોઈ લો. પેકમાં હાજર બીટરૂટ ત્વચાને ગુલાબી ચમક આપે છે જ્યારે દહીં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હળદર ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

ડ્રાય સ્કિન

નારિયેળ તેલમાં મોઇશ્ચરાઇઝિંગ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચા પર ભેજ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. આ ઉપાય કરવા માટે કપાળની શુષ્ક ત્વચા પર નારિયેળના તેલથી હળવા હાથે માલિશ કરો અને તેલને આખી રાત ત્વચા પર રહેવા દો.

ઓઇલી હેર

જો તમારા વાળ હંમેશા ચીકણા અને ગંદા લાગતા હોય અથવા તો નેચરલી જ તમારા વાળ ઓઇલી રહેતા હોય તો આ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વાળમાં શેમ્પૂ કર્યા પછી એપલ સાઇડર વિનેગરને થોડા પાણીમાં મિક્સ કરીને વાળ ધોઈ લો. જો કે માથામાં એપલ સાઇડર વિનેગર વાળુ પાણી થોડી વખત રહેવા દો પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો. એપલ સાઇડર વિનેગર સ્કાલ્પના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરશે અને વાળમાં વધુ પડતા તેલને અટકાવશે.

ઇન્સ્ટન્ટ ગ્લો માટે

ત્વચા પર ત્વરિત ચમક લાવવા અને વૃદ્ધત્વની અસર ઘટાડવા માટે, 1 ચમચી ટામેટાંનો રસ 2 ચમચી મધમાં ભેળવીને ચહેરા, ગરદન અને હાથ પર લગાવો. ટામેટાંનો રસ ત્વચાના છિદ્રોમાં ફસાયેલી ગંદકીને સાફ કરીને તેને ખોલે છે.


  • Follow us on: