2025માં, નવ ગ્રહો ઘણી વખત અસ્ત અને વક્રી થાય છે. ચાલો આ વર્ષે કયા ગ્રહો કેટલી વખત અસ્ત અને વક્રી થાય છે તે શોધીએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

ગ્રહો ક્યારે વક્રી થયા?

નવ ગ્રહોમાંથી, સૂર્ય અને ચંદ્ર ફક્ત બે ગ્રહો છે જે વક્રી થતા નથી. વધુમાં, રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. પાંચ ગ્રહો - મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ - ક્યારે અને કેટલી વાર વક્રી થયા

મંગળનું વક્રી થવું

મંગળ ગ્રહ ગયા વર્ષે, 7 ડિસેમ્બર, 2024, શનિવારે વક્રી થયો. ત્યારબાદ 24 ફેબ્રુઆરી, 2025 ના રોજ સોમવારે માર્ગી થઈ ગયો. કુલ 80 દિવસ વક્રી રહ્યા પછી મંગળ માર્ગી થયો

બુધ વક્રી

બુધ ગ્રહ 15 માર્ચે વક્રી થયો અને 7 એપ્રિલે માર્ગી થઇ ગયો. ત્યારબાદ તે 18 જુલાઈએ વક્રી થયો અને 11 ઓગસ્ટે માર્ગી થઈ ગયો. 10 નવેમ્બરે તે વક્રી થયો બુધ આખા વર્ષ દરમિયાન કુલ 69 દિવસ વક્રી રહ્યો.

ગુરુ વક્રી

9 ઓક્ટોબર, 2024ના રોજ ગુરુ વક્રી થયો અને પછી 4 ફેબ્રુઆરીએ માર્ગી થયો. ત્યારબાદ ગુરુ 11 નવેમ્બરે વક્રી થયો અને હવે 11 માર્ચ, ૨૦૨6 ના રોજ માર્ગી થશે.

શુક્ર વક્રી

આ વર્ષે શુક્ર 2 માર્ચ, 2025ના રોજ રવિવારે વક્રી થયો. ત્યારબાદ શુક્ર 13 એપ્રિલ, માર્ગી થયો. શુક્ર કુલ 43 દિવસ વક્રી રહ્યો.

શનિ વક્રી

શનિ 13 જુલાઈ, 2025ના રોજ રવિવારે વક્રી થયો. ત્યારબાદ, શુક્રવાર, 28 નવેમ્બર, 2025 ના રોજ માર્ગી થયો શનિ કુલ 138 દિવસ સુધી વક્રી રહ્યો.

ગ્રહો ક્યારે અસ્ત થાય છે?

જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે, ત્યારે તે સૂર્યના તેજસ્વી પ્રકાશને કારણે તેનું તેજ ગુમાવે છે. આ સ્થિતિમાં, ગ્રહ અસ્ત થાય છે. સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. રાહુ અને કેતુ ક્યારેય અસ્ત થતા નથી. રાહુ અને કેતુ છાયા ગ્રહો છે, જે અદ્રશ્ય છે. આ ઉપરાંત, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ સહિત અન્ય તમામ ગ્રહો અસ્ત થાય છે. ચાલો જાણીએ કે 2025 માં કયા ગ્રહો ક્યારે અસ્ત થયા

ચંદ્ર અસ્ત થાય છે

ચંદ્ર સૌથી ઝડપથી ફરે છે. તે દરરોજ 12-13 ડિગ્રી આગળ વધે છે. 2025માં ચંદ્ર બધા મહિનામાં 03-04 દિવસ માટે અસ્ત થશે. 2025માં કુલ 51 દિવસ માટે ચંદ્ર અસ્ત રહ્યો

મંગળ અસ્ત

મંગળ 1 નવેમ્બરે અસ્ત થયો. મંગળ હવે શનિવાર, 2 મે, 2026ના ઉદય પામશે. 2025માં મંગળ કુલ 60 દિવસ માટે અસ્ત રહ્યો

બુધ અસ્ત

બુધ 20જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી અસ્ત રહ્યો , બુધ 18 માર્ચથી 8 એપ્રિલ, 15 મેથી 8 જૂન, 18 જુલાઈથી 11 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર અને 11 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી અસ્ત રહ્યો 2025માં બુધ કુલ 158 દિવસ અસ્ત રહ્યો.

ગુરુ અસ્ત

દેવગુરુ ગુરુ 12 જૂને અસ્ત થયો અને પછી બુધવાર 9 જુલાઈ ઉદય થયો. આ વર્ષે ગુરુ કુલ ૨૭ દિવસ માટે અસ્ત થશે.

શુક્ર અસ્ત

19 માર્ચ, 2025થી 23 માર્ચ, 2025 સુધી શુક્ર અસ્ત થશે. ત્યારબાદ 11 ડિસેમ્બર, 2026ના રોજ અસ્ત થશે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદય થશે. આ વર્ષે શુક્ર કુલ 25 દિવસ માટે અસ્ત થશે.

શનિ અસ્ત

શનિ 28 ફેબ્રુઆરીએ અસ્ત થયો અને પછી બુધવાર 9 એપ્રિલે ઉદય થયો. આ વર્ષે શનિ કુલ 40 દિવસ માટે અસ્ત થયો.

આ પણ વાંચો: