ખર્ચમાં ઘટાડો, પુનર્ગઠન અને કૃત્રિમ બુદ્ધિમત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી નોકરીઓ ગુમાવવી પડી. ચિપમેકર્સ અને આઇટી સર્વિસ કંપનીઓથી લઈને ક્લાઉડ અને ટેલિકોમ કંપનીઓ સુધી, વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો.
Intel
આ વર્ષે ઇન્ટેલમાં સૌથી વધુ સંખ્યામાં નોકરીઓમાં કાપ જોવા મળ્યો. આ સેમિકન્ડક્ટર જાયન્ટે તેના નાણાકીય સ્થિરતા અને ફાઉન્ડ્રી-કેન્દ્રિત બિઝનેસ મોડેલમાં સંક્રમણ માટે ભંડોળ પૂરું પાડવાના પ્રયાસોના ભાગ રૂપે આશરે 24,000 નોકરી કરતા કર્મીઓને કાઢી નાખી.
વેરાઇઝન (Verizon)
ટેલિકોમ્યુનિકેશન કંપની વેરાઇઝને ખર્ચ ઘટાડવા માટે કામગીરીનું પુનર્ગઠન કરતી વખતે આશરે 15,000 નોકરી કરતા લોકોને પાણીચુ પકડાવી દીધુ
એમેઝોન( Amazon)
એમેઝોને આ વર્ષે તેના કોર્પોરેટ કાર્યબળમાં ઘટાડો કરવાનું ચાલુ રાખ્યું. તેણે સંગઠનાત્મક સ્તરો ઘટાડવા માટે આશરે 14,000 મેનેજમેન્ટ અને વહીવટી ભૂમિકાઓ નીભાવતા કર્મીઓને કાઢી મુક્યા
ડેલ ટેક્નોલોજીસ Dell Technologies
આ કંપનીએ આશરે 12,000 નોકરીયાતને કાઢી નાખ્યા. ડેલે AI-ઓપ્ટિમાઇઝ્ડ હાર્ડવેર અને એન્ટરપ્રાઇઝ સેવાઓ તરફ સ્થળાંતર કરીને તેના ખર્ચ વ્યવસ્થાપન ડ્રાઇવને વેગ આપ્યો.
માઈક્રોસોફ્ટ ( Microsoft)
માઈક્રોસોફ્ટે ગેમિંગ અને એઝ્યુર સહિત અનેક વિભાગોમાં આશરે 9,000 નોકરીયાતને કાઢી નાખી અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પ્રાથમિકતા આપી.
આ પણ વાંચો: Flashback 2025 : વર્ષ 2025માં ક્યારે થયા સૂર્ય-ચંદ્ર ગ્રહણ? ક્યા-તહેવાર પર રહ્યો પ્રભાવ જાણો વિસ્તારથી