2025 ઘણા યુગલો માટે ખુશીઓ લઈને આવ્યું. કેટરીના, પરિણીતા જેવી અભિનેત્રીના ઘરે કિલકારી ગુંજી. તો કેટલાક જે રૂમર કપલ કહેવાતા હતા તેમણે પોતાના સંબંધ પર મહોર મારી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ સિતારાએ અચાનક લગ્ન કરી ફેન્સને ખુશ ખબરી આપી. આ વર્ષ કેટલાક યુગલો માટે વધુ મુશ્કેલ પણ રહ્યું હતું. આ વર્ષે અનેક લોકપ્રિય ટીવી યુગલોએ અલગ થવાનો નિર્ણય લીધો. કોઈ 15 વર્ષે તો કોઈએ 9 વર્ષના લગ્ન જીવનનો અંત લાવી અલગ થવાનો નિર્ણય લીધો. આ સેલેબ્સના છૂટાછેડાના સમાચારથી ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા.
અમન વર્મા અને વંદના લાલવાણી : અભિનેતા અમન વર્મા અને વંદના લાલવાણી એક લોકપ્રિય ટીવી કપલ છે. આ વર્ષે, તેઓ અલગ થઈ ગયા. નવ વર્ષના લગ્નજીવન પછી, અમન વર્મા અને વંદના લાલવાણીએ છૂટાછેડા લેવાનું અને અલગ રહેવાનું નક્કી કર્યું. જોકે, તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.
લતા સભરવાલ અને સંજીવ સેઠ : ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો છે લતા સભરવાલ અને સંજીવ સેઠ . આ કપલ ટીવી લોકપ્રિય સીરીયલ 'યે રીશ્તા કયા કહેલાતા હૈ'માં પતિ-પત્નીનો રોલ કર્યો હતો. તેમણે 15 વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરતાં ઇન્ડસ્ટ્રીના કલાકારો સહિત ફેન્સ પણ ચોંકી ગયા હતા. ચાહકોને વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર આ કપલ અલગ થઈ રહ્યું છે.
રવિશ દેસાઈ અને મુગ્ધા ચાપેકર : મુગ્ધા ચાપેકર અને રવિશ દેસાઈના લગ્ન નવ વર્ષ સુધી થયા હતા. વર્ષો સુધી સાથે રહ્યા પછી, તેમણે 2025 માં અલગ થવાનો નિર્ણય લીધો. રવિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અલગ થવાની જાહેરાત કરી.
સોન્યા અયોધ્યા અને હર્ષ :ટીવી અભિનેત્રી સોન્યા અયોધ્યા અને હર્ષ એવા યુગલોમાં સામેલ છે જેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા. હર્ષ અને સોન્યાએ આ વર્ષે એપ્રિલમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી, જેનાથી ચાહકો ચોંકી ગયા. તેમના લગ્ન પાંચ વર્ષથી થયા હતા.
શુભાંગી અત્રે અને પીયૂષ : શુભાંગી અત્રે અને પીયૂષ લાંબા સમયથી અલગ હતા, પરંતુ આ વર્ષના ફેબ્રુઆરીમાં તેમના છૂટાછેડા થયા હતા. શુભાંગીથી છૂટાછેડા પછી, પીયૂષનું એપ્રિલ 2025 માં લીવર સિરોસિસને કારણે અવસાન થયું.
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ : કોરિયાગ્રાફર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાની વાત ચર્ચામાં આવી. સ્ટાર ક્રિકેટર ચહલ અને ધનશ્રીના ડિવોર્સ ઘણા સમય સુધી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. તેમણે 2020 માં લગ્ન કર્યા હતા, પરંતુ આ વર્ષે ધનશ્રી અને ચહલે છૂટાછેડા લઈને તેમના સંબંધોનો અંત લાવ્યો.