બોલીવુડમાં 2025નું વર્ષ કેટલાક સેલિબ્રિટી માટે વધુ સારું રહ્યું. ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ દિગ્ગજ સેલેબ્સના ઘરે ગુંજી કિલકારી. વર્ષ 2025માં આ અભિનેત્રી માતા બની. તો અભિનેતાના ઘરે ખુશીઓનું આગમન થયું. ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ એકંદરે સારું રહ્યું. પરંતુ ધર્મેન્દ્ર, અસરાની અને સતિશ શાહ જેવા કલાકારોએ દુનિયાને અલવિદા કહ્યું. સુનીલ શેટ્ટીની પુત્રીથી લઈને પરણિતી ચોપરા સહિતની હસ્તીઓના ઘરે પારણું બંધાયું.


અથિયા શેટ્ટી અને રાહુલ

ક્રિકેટર કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીના ઘરે આ વર્ષની શરૂઆતમાં જ ખુશીનો માહોલ છવાયો હતો. માર્ચ મહિનામાં આથિયાએ સુંદર બાળકીને જન્મ આપ્યો. નવા માતાપિતાએ તેમની બાળકીના જન્મની જાહેરાત સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સ સાથે શેર કરી હતી. 24 માર્ચ, 2025 ના રોજ, આ દંપતીએ તેમની બાળકીનું સ્વાગત કર્યું.

કિયારા અને સિદ્ધાર્થ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પત્ની કિયારાએ 15 જુલાઈના રોજ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીનું સ્વાગત કર્યું. સિદ્ધાર્થે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે ખુશખબરી આપતી પોસ્ટ શેર કરતા લખ્યું હતું, "નાની બાળકીનું આગમ થતા અમારી દુનિયા બદલાઈ ગઈ છે." આ સાથે અભિનેતાઓ ગોપનીયતાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. સિદ્ધાર્થ અને કિયારાએ વર્ષ 2023માં લગ્ન કર્યા હતા.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા

અભિનેત્રી પરિણીતી ચોપરાએ રાજકીય નેતા રાઘવ ચઢ્ઢા સાથે (2023)માં લગ્ન કર્યા. ત્યારબાદ પરિણીતીએ 25 ઓગસ્ટ 2025ના રોજ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. અને 10 ઓક્ટોબરના રોજ પરિણીતી અને રાઘવને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. આ પછી તેમના પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.

કૈટરીના અને વિક્કી કૌશલ

7 નવેમ્બરના રોજ અભિનેતા  વિક્કી કૌશલ અને કેટરિનાએ ચાહકો સાથે ખુશખબર શેર કરી. બંનેએ સોશિયલ મીડિયામાં સંયુક્ત પોસ્ટ શેર કરી જાહેરાત કરી કે તેમના ઘરે પુત્રનો જન્મ થયો. વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, "હું ધન્ય અનુભવું છું. ઓમ." તેમની આ પોસ્ટ પર ફક્ત ચાહકો જ નહીં, પરંતુ ફિલ્મ ઉદ્યોગના મિત્રો પણ આ કપલ પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

રાજકુમાર રાવ અને પત્રલેખા

15 નવેમ્બર 2025ના રોજ અભિનેતા રાજકુમાર રાવના ઘરે ગુંજી કિલકારી. આ દંપતિના ઘરે પારણું બંધાયાનું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબરી. રાજકુમારના ઘરે બેબી ગર્લનું આગમન થયું. બંને સેલેબ્સે આ ક્ષણને જીવનનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો.

વત્સલ શેઠ અને ઇશિતા

ટારઝન ફેમ અભિનેતા વત્સલ સેઠ અને ઇશિતાએ તેમના બીજા બાળક - પુત્રી વેદનું સ્વાગત કર્યું. ઇશિતાએ બાળકના જન્મ આપતા ટિવી સિલિબ્રેટીથી લઈને ઇન્ડસ્ટ્રીના કલાકારોએ અભિનંદન આપ્યા. બીજા બાળકને જન્મ આપ્યા બાદ ઇશિતાએ પોસ્ટ શેર કરતા લખ્યું હવે આપણે પૂર્ણ થઈ ગયા છીએ. ઇશિતાએ 2023માં પહેલા બાળકને જન્મ આપ્યો હતો. જેનું નામ વાયુ છે. અને બીજા બાળકનું નામ તેણે વેદ રાખ્યું છે.


આ પણ વાંચો : Flashback 2025 : આ વર્ષે બોલીવુડના આ કલાકારોએ દુનિયાને કહ્યું અલવિદા...

  • Follow us on: