2025 વર્ષ બોલીવુડ માટે માત્ર ફિલ્મો માટે જ નહીં, પરંતુ અનેક સેલેબ્રિટીઓના લગ્ન માટે પણ ખાસ રહ્યું. અભિનેતા, ગાયક અને સોશિયલ મીડિયા સ્ટાર્સે તેમના જીવનની નવી શરૂઆત કરી. આ વર્ષમાં ઘણા સિતારાઓએ રિલેશનશિપને ઓફિશિયલ કરીને લગ્નબંધનમાં બંધાયા. 


પ્રતીક બબ્બર અને પ્રિયા બેનર્જી

અભિનેતા પ્રતીક બબ્બર અને અભિનેત્રી પ્રિયા બેનર્જીએ ઘણા વર્ષોની ડેટિંગ બાદ 14 ફેબ્રુઆરી 2025ના રોજ ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન કર્યા. કપલે નજીકના પરિવારજનો અને મિત્રો વચ્ચે ખાસ રીતે લગ્ન સંપન્ન કર્યા.

આદર જૈન અને અલેખા આડવાણી

આદર જૈનએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અલેખા આડવાણી સાથે પહેલા 12 ફેબ્રુઆરી 2025ના રોજ ગોવામાં ક્રિશ્ચિયન રીવાજોથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે સાત ફેરા લીધા.

દર્શન રાવલ અને ધરલ સુરેલિયા

પ્રસિદ્ધ ગાયક દર્શન રાવલએ તેમની બેસ્ટ ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે 18 જાન્યુઆરી 2025ના રોજ ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન કર્યા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

પ્રાજક્તા કોલી અને વૃષાંક ખનાલ

અભિનેત્રી અને યુટ્યૂબર પ્રાજક્તા કોલીએ પોતાના નેપાલ બેઝ્ડ બોયફ્રેન્ડ વૃષાંક ખનાલ સાથે 25 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન કર્યા. કપલ છેલ્લા 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

રાફ્તાર અને મનરાજ જવંદા

પ્રખ્યાત રેપપર રાફ્તારએ ફેશન સ્ટાઈલિસ્ટ અને અભિનેત્રી મનરાજ જવંદા સાથે 31 જાન્યુઆરી 2025ના રોજ લગ્ન કર્યા. તેમની લગ્નવિધિમાં પંજાબી અને સાઉથ ઇન્ડિયન બંને રીતિ-રિવાજો અપનાવવામાં આવ્યા હતા.

અનુવ જૈન અને હૃદી નારંગ

ગાયક અનુવ જૈનએ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ હૃદી નારંગ સાથે 14 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા. હૃદી નારંગ એક માર્કેટિંગ પ્રોફેશનલ છે.

અરમાન મલિક અને આશના શ્રોફ

ગાયક અરમાન મલિક પણ 2025માં લગ્નબંધનમાં બંધાયા. તેમણે 2 જાન્યુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આશના શ્રોફ સાથે લગ્ન કર્યા.

આ જોડીઓ રહી હતી ચર્ચામાં

2025 વર્ષ બોલીવુડ માટે લગ્નની દ્રષ્ટિએ ખુબ જ ખાસ સાબિત થયું. ફેન્સને તેમના ફેવરિટ સ્ટાર્સની લગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અને આ જોડીઓ ચર્ચામાં રહી છે.

આ પણ વાંચો- OMG! માત્ર 2 દિવસમાં ₹100 કરોડના ક્લબમાં ધુરંધરની શાનદાર એન્ટ્રી! 

  • Follow us on: