બોલીવુડમાં વર્ષ 2025માં સાઉથ અને બોલીવુડનો સંગમ જોવા મળ્યો. ફિલ્મ નિર્માતાઓ નવા પ્રયોગો કર્યા. આ વર્ષમાં જહાનવી કપૂરે સાઉથ અભિનેતા રામ ચરણ સાથે કામ કર્યું. છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કલાકારો એકબીજા સાથે કામ કરવા આતુર રહે છે. હાલમાં આવેલ તેરે ઇશ્ક મેં ફિલ્મમાં પણ ફરી એક વખત બે ઇન્ડસ્ટ્રીનો સંગમ દેખાયો. આ વર્ષની શરૂઆતમાં પણ છાવા ફિલ્મમાં વિકી કૌશલ અને સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાની જોડી સુપરહિટ રહી. આ સિવાય પણ બોલીવુડની બીજી બ્લોક બસ્ટર હિટ સૈયારાની જોડી પણ ફેન્સને ખૂબ પસંદ આવી છે.


અહાન પાંડે અને અનિતા પદા  : સૈયારા ફિલ્મ યુવાન લોકોને ખૂબ પસંદ આવી છે. આ વર્ષે છાવા ફિલ્મ બાદ બોક્સ ઓફિસ પર સૈયારા સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મમાં બંને કલાકારો નવા છે. બંને આ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું. લોકોને ફિલ્મની વાર્તા અને તેના ગીતો બહુ પસંદ આવ્યા હતા. એવું કહેવાય છે યુવાનો આ ફિલ્મ જોયા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડતા હતા.

ધનુષ અને ક્રિતી સેનન :  2024માં સતત ત્રણ હિટ ફિલ્મો આપ્યા બાદ, કૃતિ સેનન 2025માં પણ પોતાની ક્ષમતા પુરવાર કરી. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર ધનુષ સાથે આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત તેરે ઇશ્ક મેં ફિલ્મ પણ સુપરહિટ રહી. આ રોમેન્ટિક ડ્રામા એક ભાવનાત્મક રોલરકોસ્ટર બનવાનું વચન આપે છે, અને ચાહકો કૃતિ અને ધનુષ વચ્ચેના કેમેસ્ટ્રી જોઈ ખુશ થયા.

વિકી કૌશલ અને રશ્મિકા મંદાના : "એનિમલ" અને "પુષ્પા 2" સાથેની સફળતા પછી તાજી થયેલી રશ્મિકા મંદાના એક ઐતિહાસિક નાટક "છાવા" માં વિકી કૌશલ સાથે અભિનય કરવા જઈ રહી છે. વિકી મરાઠા રાજા સંભાજીનું પાત્ર ભજવ્યું હતું. તેમની જોડી ફેન્સને બહુ પસંદ આવી છે. આગામી સમયમાં ફેન્સ તેમને ફરી સાથે જોવાની અપેક્ષા રાખી રહ્યા છે.

રાશા થડાની અને અભિષેક કપૂર : રવિના ટંડનની પુત્રી, રાશા થડાની, અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત આઝાદમાં અજય દેવગણના ભત્રીજા, આમન દેવગન સાથે તેની શરૂઆત કરશે. 17 જાન્યુઆરી,2025 ના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હત. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ તેના પહેલા તેના એક ગીતથી જ ધૂમ મચાવી હતી. ફિલ્મમાં બે નવા કલાકારો વચ્ચેની રોમાંચક કેમિસ્ટ્રી દર્શાવવામાં આવી હતી. ચાહકોને આ નવી જોડી ખૂબ પસંદ આવી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર   :  સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર તુષાર જલોટા દ્વારા દિગ્દર્શિત ક્રોસ-કલ્ચરલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પરમ સુંદરીમાં સાથે કામ કર્યું. આ ફિલ્મના પોસ્ટરે પહેલાથી જ ઘણી ચર્ચા જગાવી હતી અને ચાહકો આ નવી જોડીને પડદા પર બંનેની કેમેસ્ટ્રી ખૂબ ગમી. ઘણા લોકો આ ફિલ્મને શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણની ચેન્નાઇ એક્સપ્રેસ સાથે સરખામણી કરી રહ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

આ પણ વાંચો : Flashback 2025: ના શાહરૂખ, ના સલમાન વર્ષ 2025માં બોલીવુડના આ સ્ટાર્સે કરી ધુઆંધાર કમાણી, ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

  • Follow us on: