મનોરંજન, શિક્ષણ અને વૈશ્વિક કન્ટેન્ટ માટે ભારતીય શ્રોતાઓનું માનીતું પ્લેટફોર્મ YouTube ભારતીય જનતા માટે સંગીત અને મનોરંજનનો મુખ્ય સ્રોત બની ગયું છે. મ્યુઝિક વીડિયો, ડેઇલી વ્લોગ્સ, કૉમેડી ક્લિપ્સ અને હવે પ્રાદેશિક ઑડિયોમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય શો પણ અહીં ખૂબ લોકપ્રિય છે. દેશના મોટા મ્યુઝિક લેબલ્સ પણ તેમના ગીતો અહીં રિલીઝ કરે છે, જે ઝડપથી કરોડો શ્રોતાઓ સુધી પહોંચે છે. વર્ષ 2025ના અંતે, YouTubeએ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ગીતોની યાદી જાહેર કરી છે. લાગણીસભર ટ્રૅક્સ, લોકગીતો, વાયરલ હિટ્સ અને વર્કઆઉટ-ફ્રેન્ડલી બીટ્સે રીલ્સ, ડાન્સ ચેલેન્જીસ અને ફેન એડિટ્સ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પ્લેલિસ્ટ, Shorts અને સોશિયલ મીડિયા વાતચીત પર પ્રભુત્વ જમાવ્યું હતું.
2025ના ટોપ 5 સૌથી લોકપ્રિય ગીતો...
1. સૈયારા (Saiyaara)
મોહિત સૂરીની ફિલ્મનું આ ટાઇટલ ટ્રેક 2025નું નંબર વન ગીત બન્યું છે. લાગણીસભર સંગીત, દમદાર વોકલ્સ અને ફેન એડિટ્સની જબરજસ્ત લોકપ્રિયતાને કારણે આ ગીત સમગ્ર વર્ષ દરમિયાન YouTube પર છવાયેલું રહ્યું.













