વર્ષ 2025 પૂર્ણ થવાના આરે છે. આ વર્ષે દેશ વિદેશમાં અનેક એવી ઘટનાઓ ઘટી જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ બીજી તરફ અનેક સારી પણ ઘટનાઓ ઘટી.દર વર્ષે વર્ષનાં અંતમાં અલગ અલગ કંપનીઓ પોતાનો ડેટા રજૂ કરતી હોય છે. ત્યારે એમેઝોનના વોઇઝ આસિસ્ટન્ટ એલેક્સા પર દર વર્ષે કરોડો વસ્તુઓ સર્ચ કરવામાં આવે છે. તેને લઇને 2025નુ લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં 2025માં સૌથી વધારે સર્ચ કરનારાં સેલેબ્સ, આર્ટિસ્ટ અને નેતાઓ વિશે જાણીએ.
અનેક હસ્તીઓના નામ રહ્યા ટોપ પર
અરિજીત સિંહ, પ્રીતમ, શ્રેયા ઘોષાલ, બ્રુનો માર્સ અને રોઝ 2025માં એલેક્સા અને અમેઝોન મ્યુઝિક પર સૌથી વધુ રિક્વેસ્ટ કરાયેલા કલાકારોની યાદીમાં ટોચ પર રહ્યા.ભારતીય યુઝર્સે વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી અને શાહરુખ ખાન જેવી હસ્તીઓ વિશે પણ ઘણી વખત માહિતી મેળવવા ઇચ્છા વ્યક્ત કરી છે।
જાણો 2025ની એલેક્સા સર્ચ લિસ્ટ
ઈ-કોમર્સ જાયન્ટ અમેઝોને ખુલાસો કર્યો છે કે ભારતમાં આ વર્ષે સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું. આથી જાણવા મળે છે કે અંગ્રેજી, હિન્દી અને હિંગ્લિશ બોલતા યુઝર્સ સૌથી વધુ શું જાણવા માંગે છે. આ પ્લેટફોર્મ પર કે-પોપ આર્ટિસ્ટ BTS, જેન્ની અને બ્લેકપિંક સૌથી વધુ સર્ચ કરાયેલા ગ્લોબલ મ્યુઝિક આર્ટિસ્ટ રહ્યા। આ સિવાય ટેલર સ્વિફ્ટ, જસ્ટિન બીબર અને માઈકલ જેક્સન જેવા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ પણ આ લિસ્ટમાં ટોચ પર રહ્યા. ભારતીય કલાકારોમાં લતા મંગેશકર, કિશોર કુમાર અને શંકર મહાદેવન ભારતના સૌથી વધુ સર્ચ કરાયેલા આર્ટિસ્ટ્સમાં સામેલ રહ્યા હતા.
આ ગીતો સૌથી વધુ સર્ચ થયા
રોઝનું ગીત APT. અને બ્રુનો માર્સના ગીતો એલેક્સા અને અમેઝોન મ્યુઝિક પર સૌથી વધુ સર્ચ કરાયા અને રિકવેસ્ટ કરાયા. આ સિવાય એડ શીરનની Sapphire, સંજુ રાઠોડ અને G-SPXRKનું Shaky, સૈય્યારા અને આદિત્ય રિખારીનું ગીત સાહિબા પણ એલેક્સા પર સૌથી વધુ રિક્વેસ્ટ કરાયેલા ગીતોમાં રહ્યા.
લોકપ્રિય પોડકાસ્ટ રિક્વેસ્ટમાં ક્રાઇમ અને હોરરનો દબદબો
અમેઝોન મુજબ લોકપ્રિય પોડકાસ્ટ રિક્વેસ્ટમાં ખૂની મંડેનું 'ધ હોરર શો', 'ધ દેશી ક્રાઇમ પોડકાસ્ટ', 'ધ રણવીર શો', 'ફિનશોટ્સ ડેઇલી', રાજ શ્યામાણીનું 'ફિગરિંગ આઉટ' અને 'મહાભારતની કહાનીઓ' સામેલ રહ્યા.
આ સેલેબ્રિટીઝ ટોપ સર્ચમાં રહ્યા
આ સિવાય ભારતીયોએ એલેક્સાને સેલેબ્રિટીઝ સંબંધિત અનેક પ્રશ્નોમાં વ્યસ્ત રાખી, જેમ કે વિરાટ કોહલી, શાહરુખ ખાન, એડ શીરન, સુંદર પિચાઈ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને અમિતાભ બચ્ચનની નેટવર્થ, રિલેશનશિપ અને ઊંચાઈ વિશેના પ્રશ્નો પૂછાયા। એટલું જ નહીં, એલન મસ્ક, મુકેશ અંબાણી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેફ બેઝોસ અને ગૌતમ અદાણીની સંપત્તિ વિશેના પ્રશ્નો પણ એલેક્સાની સર્ચ લિસ્ટમાં છવાયેલા રહ્યા હતા.
આ ઉપરાંત અમેઝોને જણાવ્યું કે યુઝર્સ ઘણીવાર રાજકીય નેતાઓ, વસ્તી અને ભૂગોળ સંબંધિત પ્રશ્નો પણ પૂછે છે. જેમાં
“એલેક્સા, ભારતના પ્રધાનમંત્રી કોણ છે?” અને
“એલેક્સા, અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે?” આવા પ્રશ્નો સામાન્ય રીતે સાંભળવા મળતા રહ્યા છે...
આ પણ વાંચોઃ આ વખતે રિયલ એસ્ટેટમાં જબરદસ્ત બૂમ રહી, જાણો ક્યા શહેરમાં રહ્યા સૌથી વધુ પ્રોપર્ટી રેટ