વર્ષ 2025 પૈસાની બાબતમાં ઘણું અલગ રહ્યું. બેંકિંગથી લઈને ટેક્સ સુધી, UPIથી લઈને આધાર અને FASTag સુધી સતત એવા ફેરફારો થયા કે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી. ક્યાંક પેમેન્ટ વધુ ઝડપી થયા, ક્યાંક વધારે છૂટ મળી, ક્યાંક બચત વધી તો ક્યાંક નવા નિયમો સમજવા જરૂરી બન્યા.

1. હવે ચેક કલાકોમાં ક્લિયર થશે, બે દિવસની રાહ પૂરી

RBIએ ચેક ક્લિયરન્સ સંબંધિત એક મોટો ફેરફાર કર્યો છે. હવે ચેક જમા કર્યા બાદ બે દિવસ સુધી રાહ જોવાની જરૂર નથી. 4 ઓક્ટોબર 2025થી નવો સિસ્ટમ લાગુ થયો છે, જેના કારણે મોટાભાગના ચેક હવે થોડા કલાકોમાં જ ક્લિયર થઈ જાય છે. આથી લોકોને પૈસા ઝડપથી મળશે, બેંકની મોડાશ ઓછી થશે અને સમગ્ર ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા વધુ સ્મૂથ બની છે.

2. ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર વધુ ફ્રી સુવિધાઓ

જેઓ પાસે ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે, તેમના માટે RBIએ રાહત આપતો મોટો નિર્ણય લીધો છે. હવે UPI, IMPS, NEFT અને RTGS જેવા ડિજિટલ પેમેન્ટને ઉપાડ (withdrawal) ગણવામાં નહીં આવે અને આ બધું સંપૂર્ણપણે ફ્રી અને અનલિમિટેડ રહેશે. તે સિવાય, મહિને ઓછામાં ઓછા 4 વખત ફ્રી કેશ ઉપાડની સુવિધા મળશે. ATM/Debit Card પણ કોઈ વાર્ષિક ચાર્જ વગર ફ્રી મળશે. આથી ગ્રામ્ય અને નાના શહેરોમાં રહેતા લોકોને સીધો ફાયદો થશે.

3. જનધન એકાઉન્ટ માટે RE-KYC ફરજિયાત

જનધન એકાઉન્ટ ધરાવનાર લોકોને 2025માં વારંવાર RE-KYCના મેસેજ મળવા લાગ્યા. જો આ મેસેજને અવગણવામાં આવે તો એકાઉન્ટ પર રોક લાગી શકે છે અને સરકારની સબસિડી પણ અટકી શકે છે.

બેંકો ગામ અને પંચાયત સ્તરે કેમ્પ લગાવી રહી છે જેથી લોકો સરળતાથી RE-KYC કરાવી શકે. ઘણા બેંકો હવે ઘરેથી અને ઑનલાઇન KYC કરવાની સુવિધા પણ આપી રહ્યા છે.

4. UPI માટે નવી લિમિટ અને ટાઈમિંગ નિયમો

UPI વાપરનારા ગ્રાહકો માટે 2025માં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વનો બદલાવ છે બેલેન્સ ચેકની નવી મર્યાદા હવે તમે દરરોજ દરેક UPI એપ પર માત્ર 50 વખત બેલેન્સ ચેક કરી શકશો.

તે સિવાય, SIP અથવા OTT સબ્સ્ક્રિપ્શન જેવા ઓટો-પે ટ્રાન્ઝેક્શન માટે નવી સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે આ ઓટો-પેમેન્ટ પીક ટાઈમ એટલે કે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 9:30 સુધી કરવામાં નહીં આવે. આ બદલાવ સાથે હવે દરેક ટ્રાન્ઝેક્શન પર બેંક યૂઝર્સને બેલેન્સ અપડેટનો મેસેજ પણ મોકલશે, જેથી લોકો વારંવાર બેલેન્સ ચેક ન કરે.

5. બેંક એકાઉન્ટમાં હવે 4 સુધી નોમિની રાખી શકશો

RBIએ બેંક નૉમિનેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે તમે તમારા સેવિંગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા લોકર માટે 4 સુધી નૉમિની ઉમેરો શકો છો અને દરેક નૉમિનીને અલગ-અલગ ટકા ફાળવી શકો છો. જો તમે નોમિની વગર એકાઉન્ટ ખોલવા માંગો, તો તેની પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રોહિત કે વિરાટ નહીં, આ વર્ષે 10 ભારતીય ક્રિકેટરોએ ગૂગલ સર્ચના બધા રેકોર્ડ તોડી નાખ્યા, જાણો કોણ ટોપ પર?