કેન્દ્રની મોદી સરકારે જીએસટી રિફોર્મ્સ લાગુ કરતા લોકોને ઘણા ક્ષેત્રોમાં ફાયદો થયો છે. 2025ના વર્ષમાં લોકોને જો આ ફાયદો થયો હોય તો તે જીએસટી રિફોર્મ્સના કારણે થયો છે. લોકોને ઘણી ચીજો હવે પહેલાં કરતાં સસ્તી મળી રહી છે. દિવાળીના તહેવારો પૂર્વે સરકારે જીએસટી.20નો અમલ કર્યો હતો. જીએસટી.20 ના નવા દરો 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ કરાયા હતા.
સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટમાં પહેલા 18% GST લાગતો હતો
સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટમાં પહેલા 18% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% કરી દેવાયો છે જ્યારે ઘી, માખણ પર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% થઇ ગયો છે. નૂડલ્સ અને નમકીન પર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% કરી દેવાયો છે તો વાસણો પર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% થઇ ગયો છે. બાળકોની બોટલ, નેપકિન્સ અને ડાયપર ઉપર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% થઇ ગયો છે તો સિલાઈ મશીન પર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% થઇ ગયો છે.
કૃષિ મશિનરી પર ટેક્સ ઘટાડાયો
ઉપરાંત ટ્રેક્ટર ટાયર પહેલા 18% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% થયો છે તો ટ્રેક્ટર પહેલા 12% GST લાગતો હતો, પરંતુ હવે તે 5% કરી દેવાયો છે. સિંચાઈ મશીન પહેલા 12 % GST લાગતો હતો, પણ હવે 5% કરી દેવાયો છે અને કૃષિ મશીનરી પહેલા 12% GST લાગતો હતો તે પણ ઘટાડી દેવાયો છે.
હેલ્થ સેક્ટર
આ સાથે આરોગ્ય વીમા પર 18% GST લાગતો હતો તેને હવે હવે 0% કરાયો છે તો થર્મોમીટર પહેલા 18% GST લાગતો હતો, પણ હવે 5% કરી દેવાયો છે. ઓક્સિજન પહેલા 12% GST લાગતો હતો, પણ હવે 5% કરાયો છે અને ડાયગ્નોસ્ટિક કીટ પહેલા 12% GST લાગતો હતો, પણ હવે 5% કરાયો છે જેથી સામાન્ય લોકોને ફાયદો થયો છે.
ઓટો મોબાઈલ સેક્ટર
પહેલા નાની કાર પર 28% GST લાગતો હતો, પણ હવે 18% કરી દેવાયો છે અને મોટરસાયકલ પહેલા 28% GST લાગતો હતો, પણ હવે 18% કરી દેવાયો છે.
વિદ્યાર્થીઓને પણ જરુરી ચીજોમાં ટેક્સ ઘટાડાયો
ઉપરાંત વિદ્યાર્થીઓને પણ જરુરી ચીજોમાં ટેક્સ ઘટાડાયો છે જેમાં નકશા, ચાર્ટ, ગ્લોબ ઉપર પહેલા GST 12% હતો, પણ હવે 0% કરી દેવાયો છેતો પેન્સિલ, ક્રેયોન પહેલા GST 12% હતો, પણ હવે 0% ટેક્સ કરી દેવાયો છે અને વ્યાયામ પુસ્તકો પર પહેલા 5% GST લાગતો હતો , પણ હવે 0% કરાયો છે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણો
ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર પહેલાં GST 28% હતો, પણ હવે 18% કરાયો છે તો ટીવી પર (32 ઇંચથી મોટી) પહેલાં 28% GST લાગતો હતો, પણ હવે 18% કરાયો છે અને વોશિંગ મશીન પહેલાં 28% GST લાગતો હતો, પણ હવે 18% કરી દેવાયો છે
આ વસ્તુઓ પર 40% GST લગાવાયો
350 સીસીથી વધુ ક્ષમતા ધરાવતી મોટરસાયકલ તથા પાન મસાલા, તમાકુ, ગુટખા, બીડી વગેરે અને ખાંડ અથવા મીઠાશ સાથે મિશ્રિત વાયુ યુક્ત પાણીની બનાવટો પર ટેક્સ વધારી દેવાયો છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : ગત જાન્યુઆરીમાં દ્વારકા જિલ્લામાં થયું હતું મેગા ડિમોલીશન, ટાપુઓ પરથી પણ દબાણોનો સફાયો કરાયો હતો