2025ના વર્ષમાં ગુજરાત સરકારે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ દેશમાં ત્રીજા ક્રમમાં રહી રાજ્ય તરીકે 6.5 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. આ અભિયાન 04 જૂનથી 18 ઓગસ્ટ 2025 સુધી ચાલ્યું હતું અને તેથી રાજ્યના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

રાજ્ય સરકારનો લક્ષ્યાંક

દેશના વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ 32.51 કરોડ વૃક્ષારોપણ સાથે પ્રથમ ક્રમે, રાજસ્થાન 8 કરોડ સાથે બીજા ક્રમે છે, જ્યારે ગુજરાત ત્રીજા ક્રમે આવ્યું છે. આગામી સમયમાં આ અભિયાન હેઠળ કુલ 10 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

માનવ જીવન અને વન્યજીવના રહેઠાણ માટે આશીર્વાદરૂપ

 ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વિવિધ સ્થળોએ ‘વન મહોત્સવ’નું આયોજન થાય છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ વાવવામાં આવેલા વૃક્ષો માનવ જીવન અને વન્યજીવના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે

ભારતે વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થાપ્યો

આ અભિયાન હેઠળ દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ 62 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા, જેના કારણે ભારતે વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ

* ગ્રામીણ વિસ્તાર: 5.56 કરોડ વૃક્ષો

* શહેરી વિસ્તાર: 49 લાખ વૃક્ષો

અગ્રણી જિલ્લા

* બનાસકાંઠા: 61 લાખ વૃક્ષો

* તાપી: 48 લાખ

* પંચમહાલ: 43 લાખ

* વલસાડ: 41 લાખ

* સાબરકાંઠા: 40 લાખ

* ડાંગ: 35 લાખ

કુલ 33 જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મળીને 6.5 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો