ગુજરાત માટે વર્ષ 2025ના ભારે રહ્યું છે. વર્ષ 2025માં ગુજરાતમાં મોટી દૂર્ઘટનાઓ સર્જાઇ છે, જેમાં અનેક લોકોનો મોત નિપજ્યાં છે. અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા. આ ઘટનાઓને પગલે સમગ્ર રાજ્ય અને દેશ પણ હચમચી ઉઠ્યો હતો. આ વર્ષે એવા ગંભીર અકસ્માતો સર્જાયા હતા કે લોકો સ્તબ્ધ થઇ ગયા હતા જેમાં અમદાવાદની પ્લેન ક્રેશ ઘટના મુખ્ય છે. અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દૂર્ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતું તો સાથે સાથે વડોદરાના પાદરા પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના અને ડીસા અગ્નિકાંડે પણ લોકોને હચમચાવી દીધા હતા


અમદાવાદ પ્લેન ક્રેશ

આખો દેશ એ તારીખને ક્યારેય ભુલી નહી શકે જ્યારે 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી ટેકઓફ થયેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફની ગણતરીની મિનીટોમાં ક્રેશ થયું હતું. 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં ભયાનક વિમાન દૂર્ઘટના સર્જાઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન જવા ઉપડી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફના થોડા જ સેકન્ડ પછી બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પણ ગુમાવ્યા હતા. ઘટનામાં એક રમેશ કુમાર નામનો શખ્સ માત્ર બચી ગયો હતો.

પાદરા- જાંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટ્યો

ત્યારબાદ 9 જુલાઇનો દિવસ પણ ગોઝારો સાબિત થયો હતો. વડોદરાના પાદરા પાસેના મહિસાગર પરનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો જેના પગલે દેશના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. વહિવટીતંત્રની ઘોર લાપરવાહી આ દૂર્ઘટનામાં જોવા મળી હતી. એક બ્રિજ તો રીતસર લટકી હાલતમાં દિવસો સુધી રહ્યો હતો અને ત્યારબાદ 15 દિવસ પછી ભારે જહેમત બાદ ટ્રકને ઉતારવામાં આવ્યો હતો. મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ આવેલો છે. આ બ્રિજ આણંદને વડોદરાથી જોડે છે. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો. આ મામલે આર એન્ડ બી વિભાગને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હતું. તંત્ર માત્ર બ્રિજનું સમારકામ કરી સંતોષ મનાતું હતું. હાલ આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ તરફનો સંપર્ક તૂટી ગયો હતો. અત્યારે પણ લોકોને ફરીને જવુ પડે છે અને ત્યાં સ્ટીલ બ્રિજ બનાવાની જાહેરાત કરાઇ છે.

ડીસા અગ્નિકાંડ

1 એપ્રિલના રોજ ડીસા GIDCમાં આવેલા દીપક ટ્રેડર્સના ફટાકડા ગોડાઉનમાં એક જોરદાર ધડાકો થયો. આ ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો હતો જેના કારણે એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે આખુ ગોડાઉન નાશ પામ્યું હતું અને આગની જ્વાળાઓ ચારે તરફ ફેલાઇ ગઇ હતી. ફટાકડાના મોટા જથ્થાને કારણે આગે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ દૂર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટના બાદ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પળવારમાં 21 શ્રમિકોના મોત થયા હતા 


આ પણ વાંચો---   Flashback 2025 : જેમિની બન્યુ આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારૂ AI ટૂલ



  • Follow us on: