વીતેલા વર્ષમાં ગુજરાતે અનેક નવી સિદ્ધીઓ હાંસલ કરી છે જેમાં મહત્વની વાત એ છે કે ગુજરાતે સ્ટાર્ટઅપ્સને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં તાજેતરમાં સરકારે કહ્યું હતું કે હાલમાં કાર્યરત આશરે 16,700 સ્ટાર્ટઅપ્સ સાથે, ગુજરાતને દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન મળ્યું છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામમાં ગુજરાત દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ
આજે ગુજરાત ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે ઊભર્યું છે અન સતત ચોથી વખત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામમાં ગુજરાત દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ છે અને રાજ્યમાં અંદાજીત 16,700 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન, પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડે છે
WEStart અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) જેવી પહેલો ખાસ કરીને મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2022 થી 2027 ના સમયગાળા માટે SSIP 2.0 નીતિનો હેતુ શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સર્જનાત્મકતા અને નવીનતાને પોષવાનો છે. કુલ રૂ. 300 કરોડની ફાળવણી સાથે, આ નીતિ વિદ્યાર્થીઓને માર્ગદર્શન, પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
i-Hubનું નવું કેમ્પસ લગભગ 500 સ્ટાર્ટઅપ્સને સમાવી શકે
સરકારે આ મામલે તાજેતરમાં જણાવ્યું હતું કે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) સ્ટાર્ટઅપ્સને વિકાસની તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. લગભગ 1.5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું i-Hubનું નવું કેમ્પસ લગભગ 500 સ્ટાર્ટઅપ્સને સમાવી શકે છે અને સિંગલ-વિન્ડો સિસ્ટમ દ્વારા વ્યાપક સહાય પૂરી પાડે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, i-Hub એ લગભગ 620 સ્ટાર્ટઅપ્સને સીધી મદદ કરી, નાણાકીય સહાય પૂરી પાડી અને ખાનગી ભંડોળ પૂરું પાડ્યું.
i-Hub ના સ્ટાર્ટઅપ્સે લગભગ 1,400 કુશળ નોકરીઓનું સર્જન કર્યું
i-Hub ના સ્ટાર્ટઅપ્સે લગભગ 1,400 કુશળ નોકરીઓનું સર્જન કર્યું અને લગભગ રૂ. 3,569 કરોડનું સંયુક્ત બજાર મૂલ્યાંકન પ્રાપ્ત કર્યું. હબે તેની પહોંચ 20 થી વધુ જિલ્લાઓ સુધી પણ વિસ્તરી.
196 મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને સમર્થન
WEstart પહેલથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી, જેમાં 196 મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને સમર્થન મળ્યું. વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં ચાર નવા કેન્દ્રો સ્થાપવાની યોજના ચાલી રહી છે.
620 સ્ટાર્ટઅપ્સને સીધી સહાય આપવામાં આવી
i-Hub દ્વારા અત્યાર સુધીમાં 620 સ્ટાર્ટઅપ્સને સીધી સહાય આપવામાં આવી છે અને સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ યોજના અંતર્ગત 402 સ્ટાર્ટઅપ્સને ₹23 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ