ગુજરાત પોલીસે આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના ગુનેગારો સામે GUJCTOC (ગુજરાત ટોર્ચર અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. જાણકારી મુજબ, આ વર્ષે કુલ 37 કેસો નોંધાયા અને આ કિસ્સાઓમાં જોડાયેલા 338 અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી.

આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો

પોલીસ દ્વારા આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તમામ જિલ્લામાંના CP અને SP-ને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ આ જપ્તી પ્રક્રિયાને પગલું-દર-પગલું અમલમાં લાવે.

કેસોમાં સંલગ્ન દરેક આરોપીની મિલકત જપ્ત કરવામાં આવશે

GUJCTOC કાયદાની જોગવાઈઓ મુજબ, આ કેસોમાં સંલગ્ન દરેક આરોપીની મિલકત જપ્ત કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનો માનવું છે કે આ પગલાં સાથે રાજ્યમાં સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નજરી રાખી શકાશે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : આ વર્ષે ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગિરી, કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું