કેન્દ્ર દ્વારા અમલમાં આવેલ GST 2.0 બાદ બજારમાં ઓટોમોબાઇલ ઉત્પાદનોની કિંમતમાં પારદર્શકતા વધતા ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે. તેનું સીધું પરિણામ તરીકે વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતના ઓટોમોબાઇલ ક્ષેત્રે નવેમ્બર 2025 મહિનો અત્યંત સફળ રહ્યો છે
18.62% નો ઉછાળો
નાણાકીય આંકડા મુજબ, નવેમ્બર 2024ની સરખામણીએ નવેમ્બર 2025માં 18.62 ટકા સુધીનું વૃદ્ધિદર નોંધાયો છે. આ વૃદ્ધિ ઓટોમોબાઇલ સેક્ટરમાં ફરી જીવંતતા આવી રહી હોવાનું દર્શાવે છે.
અમદાવાદ બજારમાં જોરદાર પ્રતિસાદ
રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ વાહનોના વેચાણે ગતિ પકડી છે. શહેરી ગ્રાહકોની ખરીદી ક્ષમતા તથા GST 2.0 દ્વારા સચોટ પ્રાઈસિંગ નીતિએ વેચાણમાં સશક્ત ઉછાળો લાવ્યો છે.
ફોર વ્હીલર વેચાણમાં 49.36% નો રેકોર્ડ બ્રેકિંગ વધારો
ટૂંકા સમયમાં થયેલો આ ઉછાળો કાર ડીલરશિપ્સ માટે ઉત્સાહજનક રહ્યો છે. નવા મોડેલ્સ, ફેસ્ટિવ ઑફર્સ અને ફાઇનાન્શિયલ સ્કીમ્સના કારણે કાર માર્કેટમાં ભારે ચહલપહલ જોવા મળી.
ટુ વ્હીલર વેચાણમાં 21.60% નો વધારો
મધ્યમ વર્ગના ગ્રાહકો અને યુવાનોમાં સ્કૂટર અને બાઈક માટે ખાસ માંગ વધી છે. પેટ્રોલ કાર્યક્ષમતા, નવી ટેક્નોલોજી અને સસ્તી EMI યોજનાઓને કારણે આ વૃદ્ધિ નોંધાઈ છે.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ કરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો, 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ થયું હતું