વર્ષ 2025 હવે પૂર્ણ થવા આવી રહ્યું છે. રાજકારણની વાત કરીએ તો અત્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં SIR, BLO તથા ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાના મુદ્દાઓને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હમણા થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આજે આપણે વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદીએ કેટલી વખત 2025માં વિદેશ પ્રવાસ કર્યો.
પીએમ મોદીએ કયા દેશોની લીધી મુલાકાત
આ વર્ષે વડા પ્રધાન મોદીની મોરેશિયસ, સાયપ્રસ, કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, શ્રીલંકા, પેરિસ ક્રોએશિયા, ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લીધી હતી.
- ફેબ્રુઆરી 2025 (10-14): ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ.
- માર્ચ 2025 (11-12): મોરિશિયસ.
- એપ્રિલ 2025 (3-6): થાઇલેન્ડ અને શ્રીલંકા.
- એપ્રિલ 2025 (22): સાઉદી અરેબિયા.
- જૂન 2025 (15-19): સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયા.
- જુલાઈ 2025 (2-9): ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા.
- જુલાઈ2025 (23-26): યુનાઇટેડ કિંગડમ અને માલદીવ.
- ઓગસ્ટ-સપ્ટેમ્બર2025 (28 ઓગસ્ટ - 1 સપ્ટેમ્બર): જાપાન અને ચીન.
- નવેમ્બર 2025 (11-12 ): ભૂટાન.
- નવેમ્બર 2025 (21-23): દક્ષિણ આફ્રિકા.
કયો વિદેશ પ્રવાસ સૌથી મોંઘો?
વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહના જણાવ્યાનુસાર વડા પ્રધાનની વિવિધ યાત્રાઓમાં સૌથી મોંઘી ફ્રાન્સની હતી, જેનો ખર્ચ 25 કરોડ રૂપિયાથી વધુ હતો. જૂન 2023માં તેમની અમેરિકાની મુલાકાત પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. વડા પ્રધાન મોદીએ આ વર્ષે 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લીધી હતી. પેરિસમાં, તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને એક AI સમિટમાં ભાગ લીધો. અમેરિકામાં, તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી, જેમાં અન્ય કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.