અમદાવાદ શહેર પોલીસના ઐતિહાસિક "તેરા તજકો અર્પણ" કાર્યક્રમનું ભવ્ય લોકાર્પણ થયું, જેમાં ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ડી.જી.પી. વિકાસ સહાય, શહેરના મેયર, સાંસદો, ધારાસભ્યો સહિત શહેરના અનેક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
અમદાવાદ શહેરમાં ઝોન, ક્રાઈમ અને અને સેકટર પ્રમાણે નાગરિકોને મુદ્દામાલ પરત અપાયો
zone 1 -5,341,100
zone 2 -2,596,253
zone 3 -13,7427
zone 4 -9,65,798
zone 5 -2,093,217
zone 6 - 3,693,923
zone 7 - 3,097,600
DCB -5,62,500
CYBER CRIME -12,920,069
SOG - ZERO
EOW -231,151,524
MAHILA CELL - ZERO
SECTOR 1 - 11,72,380
SECTOR 2 -6, 752,938
JCP CRIME -244,634,903
TOTAL AHMEDABAD CITY - 262,559,411
"26 કરોડ રૂપિયાનો મુદામાલ નાગરિકોને પરત"
પોલીસ કમિશ્નર જી. એસ. મલિકના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમની ખોવાયેલ માલમત્તા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને પરત આપવાનો હતો - જે પોલીસ સેવા અને પારદર્શિતાનો જીવંત દાખલો છે. શહેર પોલીસના વિવિધ વિભાગોમાં અવિરત પરિશ્રમ કરી યોગદાન આપનારા અધિકારીઓ અને કર્મચારીઓને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન, સેવામાં ઉત્તમતા માટે પ્રેરણાસ્રોત બની રહેશે. કુલ મુદ્દામાલ કિંમત : ₹ 26,25,59,411, કુલ 862 વસ્તુઓ પરત જેમાં સામેલ મોબાઈલ : 771, વાહન : 21, અન્ય મુદ્દામાલ : 70. આ આંકડાઓ માત્ર આંકડા નથી - આ છે 862 પરિવારોનો આનંદ અને પાછો મળેલ વિશ્વાસ.
જાહેર વિશ્વાસને મજબૂત બનાવતો એક ઉત્સવ
“તેરા તુજકો અર્પણ" અભિયાન માત્ર મુદામાલ પરત કરવાની પ્રક્રિયા નથી—તે અમદાવાદ શહેર પોલીસની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા અને વિશ્વાસનું જીવંત પ્રતિક છે. ગુમ થયેલી દરેક વસ્તુ સાથે કોઈ નાગરિકની આશા અને લાગણીઓ જોડાયેલી હોય છે, અને પોલીસે તેને ફરી પરત આપીને લોકોના જીવનમાં સુરક્ષા અને વિશ્વાસનો પ્રકાશ પાથર્યો છે. આ અભિયાનને કારણે પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.
આ પણ વાંચો : Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડીને લઈ આગાહી, કહ્યું, ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે