- આખા વર્ષમાં પાંચ હજારથી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટની મૂવમેન્ટ
- વર્લ્ડ કપના દિવસે જ 40 હજાર પેસેન્જર્સ
- 2023માં 5,000થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ નોંધાઈ છે
અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2023માં 5,000થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ નોંધાઈ છે. જેમાં ઓક્ટોબરમાં 730 અને નવેમ્બરમાં 740 ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ જોવા મળી હતી. જેમાંથી વર્લ્ડકપની ફાઇનલના દિવસે સૌથી વધુ 99 ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ જોવા મળી હતી. ક્રિકેટ વર્લ્ડકપને પગલે અમદાવાદ એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક ફ્લાઇટોની મૂવમેન્ટની સાથે પેસેન્જરોની અવરજવર નોંધાઈ હતી. ફાઇનલના દિવસે SVPI એરપોર્ટ પરથી 260થી વધુ શિડયૂલ્ડ અને 99 નોન-શિડયૂલ્ડ એમ કુલ 359 એર ટ્રાફ્કિ મૂવમેન્ટ્સનો રેકોર્ડ સર્જાયો હતો આ સાથે 40,801 પેસેન્જરોની અવરજવર જોવા મળી હતી. વર્લ્ડકપ ફાઈનલના દિવસે SVPI એરપોર્ટ પર એક જ દિવસમાં સૌથી વધુ ફ્લાઈટ મૂવમેન્ટ અને મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. ફાઇનલના દિવસે 260થી વધુ શિડયૂલ્ડ અને 99 નોન-શિડયૂલ્ડ એમ કુલ 359 એર ટ્રાફ્કિ મૂવમેન્ટ્સનો રેકોર્ડ સર્જાયો હતો. SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરનારા 40,801 પેસેન્જરોમાં 33,642 સ્થાનિક અને 7,159 આંતરરાષ્ટ્રીય પેસેન્જરો નોંધાયા હતા. આ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટનો નવો વિક્રમ સર્જાયો હતો. આ અગાઉ 18મી નવેમ્બરના રોજ એરપોર્ટ પર 2જી સૌથી વધુ પેસેન્જર મૂવમેન્ટ જોવા મળી હતી, જ્યારે એરપોર્ટે 273 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે 38,723 પેસેન્જરોને સેવા પૂરી પાડી હતી. જ્યારે ત્રીજી સૌથી વધુ પેસેન્જર મુમેન્ટ 19મી ફેબ્રુઆરીના રોજ 268 એર ટ્રાફ્કિ મૂવમેન્ટ્સ સાથે 37,793 પેસેન્જર મૂવમેન્ટ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી હતી.
ઇન્ડિગોની બેંગલુરુથી અમદાવાદની ફ્લાઇટ ટેઇલ સ્ટ્રાઈકનો શિકાર બની










