- અમદાવાદથી ગાંધીનગર માટેની મેટ્રોની સફર હવે ખૂબ ઝડપથી માણી શકાશે
- શહેરના મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રોસેવા હાલ કાર્યરત છે
- મેટ્રો માટેનો મોટાભાગનો રૂટ તૈયાર થઈ ગયો છે
અમદાવાદથી ગાંધીનગર માટેની મેટ્રોની સફર હવે ખૂબ ઝડપથી માણી શકાશે. શહેરના મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રોસેવા હાલ કાર્યરત છે જ્યારે આગળ ગાંધીનગર માટેની મેટ્રોનું કામ આ વર્ષે તેજ ગતિએ ચાલતાં હવે અંતિમ તબક્કા તરફ પહોંચી છે. આ રૂટ પર 70 ટકાથી વધુ કામ પૂર્ણ થયાનું મેટ્રોના અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે. મેટ્રો માટેનો મોટાભાગનો રૂટ તૈયાર થઈ ગયો છે. દેખાતા સાબરમતી નદી પરના એક કિ.મીના લાંબા પુલની કામગીરી પણ અંતિમ તબક્કામાં થઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રાત-દિવસ કાર્યને ચાલુ રાખીને એપ્રિલ 2024માં ટ્રાયલ રનના આયોજનને સફળ બનાવવા વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા તરફ કામગીરી કરી રહી છે. વર્ષ 2024માં આ રૂટ પર મેટ્રોની સુવિધા ઉભી થતાં હજારો લોકો માટે જીવાદોરી સમાન બનશે.
IPL અને વર્લ્ડકપમાં ક્રિકેટરસિકોને સ્ટેડિયમ પહોંચવા મેટ્રો પહેલી પસંદ બની










