ટેક્નોલોજી જાયન્ટ એપલ ઈન્ક આગામી બેથી ત્રણ વર્ષોમાં ભારતમાં વાર્ષિક ધોરણે 5 કરોડ આઈફેન્સ બનાવવાનો ટાર્ગેટ ધરાવે છે એમ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું હતું. આ ટાર્ગેટ હાંસલ થયા પછી કંપની વધુ એક કરોડ આઈફેન્સ બનાવવાનું વિચારશે એમ રિપોર્ટનું કહેવું હતું. એપલના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ ભારતમાં આઇફોન ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યાં છે. જેમાં તાઈવાન મુખ્યાલય ધરાવતી કંપનીઓ મુખ્ય છે. ભારતના તાતા જૂથે પણ એપલ કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર પાસેથી પ્લાન્ટ ખરીદ્યો છે અને તેથી તે પણ એપલની સપ્લાય ચેઈનમાં જોડાયું છે. 2025 સુધીમાં એપલ તેના કુલ આઇફોન ઉત્પાદનનો 25 ટકા હિસ્સો ભારતમાંથી ઉત્પાદન કરવાનું અગાઉ જણાવી ચૂકી છે. જેમાં તેના લેટેસ્ટ મોડેલ્સ પણ સામેલ છે.

Ahmedabad News: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી જમીન લેવી ભારે પડી, હાઈકોર્ટે કહ્યું જમીન ખાલી કરો









