- ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે આસારામને આજીવન કેદની સજા ફરમાવી
- ભોગ બનેલી યુવતીને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો
- આવા જદ્યન્ય અપરાધને સહાનુભુતિનું કોઈ સ્થાન હોઈ શકે નહીં
અમદાવાદના મોટેરા આશ્રામમાં સુરતની યુવતી પર દુષ્કર્મ આચરવાના 2013માં થયેલા કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. આસારામ હાલ રાજસ્થાનમાં દુષ્કર્મના અન્ય એક કેસમાં ત્યાંની જેલમાં આઠ વર્ષથી કેદી તો છે જ. હવે આ બીજા કેસમાં તેમને આજીવન કેદ ફરમાવાઈ છે. ગાંધીનગર કોર્ટે 1097 પાનાના પોતાના ચુકાદામાં આસારામ કેવી રીતે આશ્રામમાં યુવતીઓનું શોષણ કરતો તેની વિસ્તૃત જાણકારી આપી અને ભોગ બનેલી યુવતીને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે, આવા જદ્યન્ય અપરાધને સહાનુભુતિનું કોઈ સ્થાન હોઈ શકે નહીં. સમાજની ધર્મભેરુ પ્રજાનું શોષણ થતુ અટકાવવા માટે આવા જદ્યન્ય અપરાધ કરનારને બક્ષી શકાય નહીં. કાયદામાં નિયત કરેલ પૂરેપૂરી સજા કરવી જોઈએ.










