દેશમાં રૂ. 10 લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં જૂથોમાં હવે બજાજ ગ્રૂપનો ઉમેરો થયો હતો. અગાઉ તાતા જૂથ, મુકેશ અંબાણી જૂથ, એચડીએફ્સી બેંક અને અદાણીજૂથનો સમાવેશ આ ગ્રૂપમાં થતો હતો. બજાજ ગ્રૂપ કંપનીઓના શેર્સમાં બજાજા ઓટોએ કેલેન્ડર 2023માં સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીનો શેર 75 ટકા જેટલો ઉછળ્યો હતો. જૂથની અન્ય કંપનીઓ બજાજ ફાઈનાન્સ અને બજાજ ફ્નિસર્વ પણ અનુક્રમે 12 ટકા અને 9 ટકા જેટલાં ઉછળ્યાં હતાં. જ્યારે બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ તથા મહારાષ્ટ્ર સ્કૂટર્સમાં અનુક્રમે 36 ટકા અને 74 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. બજાજ ફ્નિસર્વ અને બજાજ ફાઈનાન્સનું નેતૃત્વ સંજીવ બજાજ કરે છે. જ્યારે બજાજ ઓટોનું સુકાન રાજીવ બજાજના હાથમાં છે. મહારાષ્ટ્ર સ્કૂટર્સ એ બજાજ હોલ્ડિંહ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટની સબસિડિયરી છે. તાજેતરમાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના એનબીએફ્સી સેગમેન્ટમાં પ્રવેશ પછી બજાજ ફાઈનાન્સ અને બજાજ ફ્નિસર્વના શેર્સમાં સામાન્ય રિટર્ન જોવા મળ્યું છે.

Iran: અયાતુલ્લા ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા PM મોદીને આમંત્રણ, ઈરાનના રાષ્ટ્રપતિએ મોકલ્યો સંદેશ









