ચક્રવાતી તોફાન લી ઉત્તર પૂર્વિય અમેરિકા અને તેના પડોશી દેશ કેનેડામાં હાહાકાર મચાવ્યો હતો. વાવાઝોડું આગળ વધતાં જ તેની સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો અને વીજળીના વાયર તૂટી ગયા હોવાના કારણે હજ્જારો લોકોના ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. અહેવાલો અનુસાર અમેરિકાના મેસાચ્યુસેટ અને મેનના કેટલાક ભાગોમાં હવામાનની સ્થિતિ ગંભીર બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર બાઇડેન તંત્ર દ્વારા મેન પ્રાંત માટે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આ રાજ્ય માટે તમામ શક્ય મદદો પહોંચતી કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમે આ મહાકાય ખતરનાક તોફાનના માર્ગમાં આવતાં તમામ લોકોને સતર્ક રહેવા સાવચેત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે અમેરિકામા ચાલુ વર્ષે અનેક સ્થળોએ ભારે પૂર અને વરસાદને કારણે તારાજી સર્જાઇ હતી. ઉપરાંત દેશના અનેક ભાગોમાં આ વર્ષે જંગલની આગને કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. પરિસ્થિતિ એવી હતી કે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક જંગલોમાં આગ જોવા મળી હતી.



  • Follow us on: